Ahmedabad News: અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટી બહાર ફટાકડા ફોડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું (Ahmedabad Firing) હતું. આ દરમિયાન 20થી 25 લોકોનું ટોળું લાકડી-ધોકા સાથે સોસાયટીના સભ્યો પર તૂટી પડ્યું હતું. હુમલામાં ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન સોસાયટીના એક સભ્યએ સ્વબચાવમાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે બોડકદેવ પોલીસે (Bodakdev Police) 15 લોકો સામે ગુનો નોંધ્યો છે.
Ahmedabad Firing: ફટાકડા સોસાયટીના સભ્યો પર પડતાં વિવાદ
બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીમાં રહેતા જીગર પટેલે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર, 6 નવેમ્બરની રાત્રે પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના ત્રણ યુવકો સોસાયટીની બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડા સોસાયટીના સભ્યો પર પડતાં જીગર પટેલે તેમને ફટાકડા ફોડવાની ના પાડી હતી. જોકે, યુવકોએ ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું.

ફરી રોકેટ પડતાં યુવકો ઉશ્કેરાયા
ફરિયાદ મુજબ, 8 નવેમ્બરની રાત્રે આ ત્રણેય યુવકો ફરી સોસાયટીની બહાર ફટાકડા ફોડવા આવ્યા હતા. આ વખતે પણ રોકેટ સોસાયટીના સભ્યો પર પડતાં તેમને ફટાકડા ફોડવાની ના પાડવામાં આવી હતી. જોકે, યુવકોએ ફટાકડા ફોડવાનું ચાલુ રાખ્યું હતું. સોસાયટીના સભ્યોએ ફરી વિરોધ કરતાં યુવકોએ ઉશ્કેરાઈને અહીં જ ફટાકડા ફોડવાની અને થાય તે કરી લેવાની ધમકી આપી (Firecracker Dispute) હતી.

20થી 25 લોકોનું ટોળું ધોકા સાથે પહોંચ્યું
ત્યારબાદ ત્રણેય યુવકોએ અન્ય લોકોને બોલાવ્યા હતા. થોડા સમય બાદ આશરે 20થી 25 લોકોનું ટોળું લાકડી-ધોકા સાથે સોસાયટીની બહાર પહોંચ્યું હતું. ટોળાએ સોસાયટીના સભ્યો સાથે બોલાચાલી કર્યા બાદ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચારથી પાંચ સભ્યોને ઇજા પહોંચી હતી.

સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન સોસાયટીના રાકેશ પટેલે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું (Ahmedabad Crime News) હતું. ત્યારબાદ ટોળાના લોકો ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર મામલે બોડકદેવ પોલીસે 15 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ₹25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર ફાયરિંગ, પગમાં વાગી ગોળી
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ ફાયરિંગ બાદ મહારાષ્ટ્રમાં બિશ્નોઈ ગેંગના નેટવર્કની ચર્ચા ફરી તેજ
