Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

technology news/ માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસ 10 કલાકથી ઠપ, ભારત સહિત દુનિયાભરના યુઝર્સ પરેશાન

Microsoft Server Down: માઇક્રોસોફ્ટની Outlook અને Microsoft 365 સર્વિસમાં 10 કલાકથી વધુ સમયથી ખામી સર્જાઈ છે. ભારત સહિત અનેક દેશોના યુઝર્સ ઇમેઇલ મોકલવા અને મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

November 13, 2026Jaymin Dhiman
international Top Stories India Breaking News Tech & Auto
Microsoft Server Down: માઇક્રોસોફ્ટની સર્વિસ 10 કલાકથી ઠપ, Outlook બંધ થતાં યુઝર્સ પરેશાન

Technology News: દુનિયાની અગ્રણી ટેકનોલોજી કંપની માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસમાં ટેકનિકલ ખામી સર્જાતાં ભારત સહિત અનેક દેશોના યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા (Microsoft Server Down) છે. ગુરુવારે મોડી રાતથી Outlook અને Microsoft 365ની સેવાઓ ખોરવાઈ છે. જેના કારણે યુઝર્સ પોતાનું ઇનબોક્સ ખોલી શકતા નથી તેમજ નવા ઇમેઇલ મોકલવા અને મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સર્વિસ ખોરવાયાને 10 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. આની અસર અનેક કંપનીઓ અને ઓફિસોના કામકાજ પર પણ પડી છે.

Microsoft Server Down: Outlook અને Microsoft 365માં શું સમસ્યા?

માઇક્રોસોફ્ટની ઇમેઇલ સર્વિસમાં ખામી સર્જાતાં કેટલાક યુઝર્સને એકાઉન્ટમાં લોગિન કરવામાં મુશ્કેલી (Outlook Login Problem) પડી રહી છે. ઘણા લોકો પોતાનું મેઇલબોક્સ ખોલી શકતા નથી, જ્યારે અન્ય યુઝર્સ ઇમેઇલ મોકલી કે મેળવી શકતા નથી. પરિણામે જરૂરી ઇમેઇલની આપ-લે અટકી ગઈ છે.

ખાસ કરીને રોજિંદા કામકાજ માટે ઇમેઇલ પર આધાર રાખતી કંપનીઓ અને ઓફિસો માટે આ સમસ્યા મુશ્કેલીરૂપ બની છે.

ડાઉનડિટેક્ટર પર એક લાખથી વધુ ફરિયાદો

માઇક્રોસોફ્ટે પોતાના એક્સ હેન્ડલ પર આ ટેકનિકલ ખામી અંગે નિવેદન આપ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, કનેક્ટિવિટીની સમસ્યાને કારણે વિવિધ વિસ્તારોમાં તેની સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.

ડાઉનડિટેક્ટરના અહેવાલ મુજબ, અમેરિકાના સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે 1 વાગ્યાથી Outlookમાં સમસ્યાની ફરિયાદો નોંધાવા લાગી હતી. ત્યારબાદ ફરિયાદોની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. Outlook અંગે એક લાખથી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે Microsoft 365 (Microsoft 365 Outage)ના હજારો યુઝર્સે પણ સર્વિસ ખોરવવાની ફરિયાદ કરી છે.

શરૂઆતમાં અમેરિકાની સમસ્યા માની, પછી વૈશ્વિક અસર સામે આવી

શરૂઆતમાં માઇક્રોસોફ્ટને લાગ્યું હતું કે આ સમસ્યા માત્ર અમેરિકામાં જ છે. જોકે, બાદમાં તેની અસર અન્ય દેશોમાં પણ થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. ભારત સહિત અનેક દેશોના યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કંપનીની ટેકનિકલ ટીમ ખામીનું કારણ શોધવા અને સેવાઓ ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે. જોકે, સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ક્યારે આવશે તે અંગે કંપનીએ કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી.

2024માં પણ સર્જાઈ હતી વૈશ્વિક ટેકનિકલ ખામી

માઇક્રોસોફ્ટની સેવાઓમાં ખામી સર્જાવાની આ પહેલી ઘટના નથી. વર્ષ 2024માં પણ દુનિયાભરના Windows યુઝર્સને મોટી ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે અનેક કમ્પ્યુટર સિસ્ટમમાં એરર આવવા લાગ્યા હતા અને કેટલીક સિસ્ટમ અચાનક બંધ થઈ જતી હતી અથવા રિસ્ટાર્ટ થતી હતી.

તે સમયે આ વૈશ્વિક સમસ્યા પાછળ સાયબર સિક્યોરિટી કંપની CrowdStrikeના અપડેટને જવાબદાર ગણાવવામાં આવ્યું (CrowdStrike Outage 2024) હતું. હવે ફરી એકવાર Outlook અને Microsoft 365ની સેવાઓ ખોરવાતાં દુનિયાભરના યુઝર્સની મુશ્કેલી વધી છે.


આ પણ વાંચો: માઇક્રોસોફ્ટ પછી હવે ગૂગલનો વારો: કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટની ફ્લેગશિપ ક્લાઉડ સર્વિસ Azure માં મોટી ટેકનિકલ ખામી

આ પણ વાંચો: ગાઝા નરસંહારમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવી 48 કંપનીઓ ભાગીદાર? UNમાં રજૂ રિપોર્ટથી ખળભળાટ

Post navigation

PM મોદીએ શેર કર્યો Chanakya Nitiનો શ્લોક, ધર્મથી ઔષધિ સુધી જીવનની 5 અમૂલ્ય બાબતોનો આપ્યો સંદેશ
સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, 18K સોનું ₹1.05 લાખની નજીક; જાણો 24K અને 22Kના નવા ભાવ

More Posts

fire

Surat News/ સુરતના ગોડાદરા વિસ્તારમાં ફર્નિચર ગોડાઉનમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

December 22, 2025December 22, 2025Kinjal Pradipkumar Patel
પ્રાથમિક શિક્ષણ

ગુજરાત/ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર શૂન્ય, મિશન વિદ્યાના સર્વેમાં થયો મોટો ખુલાસો

November 14, 2021November 14, 2021Maya Sindhav

આતંકી/ NIAના સર્ચ ઓપરેશનમાં બે સંદિગ્ધ આતંકવાદીઓ પકડાયા

October 10, 2021garima rao

Ahmedabad News/ અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી

December 3, 2024December 3, 2024Mansi Panara

Not Set/ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે બીજી ઉમેદવારની યાદી જાહેર કરી,16 મહિલાઓને સ્થાન

January 20, 2022mustak malik

Supreme Court/ ભ્રષ્ટાચારના ગુનાના આરોપીને નિર્દોષ મુક્ત કરતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે કર્યો રદબાતલ

February 3, 2021Rizwan shaikh

Not Set/ LIVE: હિમાચલ ચૂંટણીની તારીખોનું એલાન, 9 નવેમ્બરે ચૂંટણી, 18 ડિસેમ્બરે મતગણતરી

October 12, 2017October 12, 2017mantavya

Gujarat/ અમદાવાદ વેક્સિનેશનને લઈને મોટા સમાચાર, 2500થી વધુ પોલીસકર્મીઓને અપાશે વેકસીન, બીજા તબક્કાનું સવારે 9થી વેક્સિનેશનનો પ્રારંભ, સિવિલમાં 20 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા, મેડિકલ સ્ટાફ બાદ હવે પોલીસકર્મીને અપાશે વેકસીન

January 30, 2021January 30, 2021parth amin

NRI Deposits/ રાજ્યના પાંચ જિલ્લામાં જ 70 ટકાથી વધુ NRI ડિપોઝિટ્સ

March 5, 2024jani
હિન્દી બોલનારા પાણીપુરી વેચે

K Ponmudy/ ‘હિન્દી બોલનારા પાણીપુરી વેચે છે’: શિક્ષણ મંત્રીએ કહ્યું- અંગ્રેજીનું વધુ મૂલ્ય છે

May 13, 2022May 14, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy