Ajab Gajab News/ રસ્તા પર લોકોના પગ પકડતો રહ્યો વાનર…પછી એમ્બ્યુલન્સમાં બેસીને પહોંચ્યો હોસ્પિટલ..!

Monkey in Ambulance Odisha: એક વાનર એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સાથે બેસીને હોસ્પિટલ પહોંચીને ત્યાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર જઈને એક શબ પરની ચાદર દૂર…

Ajab Gajab News Trending
Monkey in Ambulance Odisha...વાનર અને મનુષ્યનો અનોખો કિસ્સો Extremely વાયરલ!

Ajab Gajab News: Monkey in Ambulance Odisha: એક વાનરનો વિડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ છે. એમાં એક લંગૂર અર્થાત્ વાંદરો એમ્બ્યુલન્સમાં બેસીને ઓડિશાની આનંદપુર હોસ્પિટલ પહોંચી ગયો! ત્યાં એણે રામ સોરેન નામના શખ્સના પાર્થિવ દેહ પરથી ચાદર હટાવી અને એની પાસે બેસી ગયો! એનો આ વ્યવહાર જોઈને ત્યાં હાજર લોકો ભાવુક થઈ ગયા.

આ કિસ્સો ઓડિશાના ક્યોંઝર જીલ્લા (Keonjhar district of Odisha)નો છે જ્યાં એક વાનરનો ભાવુક કરી દેતો આ બનાવ બન્યો છે. એક વાનર એમ્બ્યુલન્સ (Ambulance)માં ડ્રાઈવર સાથે બેસીને હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર જઈને એક શબ પરની ચાદર દૂર કરીને એની પાસે બેસી ગયો. વાનર પણ ભાવુક બનીને બેસી રહ્યો!

વાનર લોકોના પગ પકડી રહ્યો હતો 

માણસ પોતાની ભાવનાઓ શબ્દ દ્વારા વ્યક્ત કરી શકે છે અને એ અલગ-અલગ રીતે લાગણીઓ દર્શાવે છે પરંતુ મૂંગા જાનવર એવું કરી શકતા નથી. સોશિયલ મીડિયા પર આજકાલ એક વાનરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેનો વ્યવહાર જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત્ બની ગયા છે! આ વીડિયોમાં પહેલા એ લોકો પાસે લિફ્ટ માગતો નજરે ચડે છે અને પછી એક એમ્બ્યુલન્સ રોકાય છે એમાં વાનર બેસી જાય છે. એમ્બ્યુલન્સ જેવી હોસ્પિટલ પહોંચે છે કે વાનર ત્યાંના મોર્ચરી હાઉસ પહોંચે છે. ત્યાર બાદ જે થાય છે એ જોઇને સૌ કોઈ ઈમોશનલ થઇ ગયા હતા.

આ કિસ્સો (Monkey in Ambulance Odisha) ઓડિશાના ક્યોંઝર જીલ્લા (Keonjhar district of Odisha)નો છે જ્યાં એક વાનરનો ભાવુક કરી દેતો આ બનાવ બન્યો છે. એક વાનર એમ્બ્યુલન્સ (Ambulance)માં ડ્રાઈવર સાથે બેસીને હોસ્પિટલ પહોંચે છે અને ત્યાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર જઈને એક શબ પરની ચાદર દૂર કરીને એની પાસે બેસી ગયો. વાનર પણ ભાવુક બનીને બેસી રહ્યો! આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. મીડિયા અહેવાલ મુજબ, ઢેંકા ગામના રામ સોરેનની તબિયત અચાનક ખરાબ થતાં પરિવારના સભ્યો એને લઇને ઇલાજ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇલાજ દરમિયાન રામ સોરેનનું મૃત્યુ થયું હતુ. એમનો પરિવાર પોસ્ટ મોર્ટમ હાઉસ (Post Mortem House)ની બહાર આખી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યો હતો.

આ જ દરમિયાન ઘાસીપુરામાં ઝાડેશ્વર મંદિર પાસે એક વાનર આમ-તેમ ફરી રહ્યો હતો અને પ્રાપ્ત મિડિયા અહેવાલ અનુસાર, એ રસ્તા પર લોકો પાસે જઇને એમના પગ પકડી રહ્યો હતો જાણે કે એ કોઈ મદદ માગી રહ્યો હોય! એનો વ્યવહાર જોઈને લોકો પણ નવાઈ પામી ગયા હતા!

Monkey in Ambulance Odisha Viral Video.
Monkey in Ambulance Odisha Viral Video.

એમ્બ્યુલન્સમાં બેસીને હોસ્પિટલ પહોંચ્યો (Monkey in Ambulance Odisha)

આ દરમિયાન વાનરની નજર એક એમ્બ્યુલન્સ પર પડી અને એમ્બ્યુલન્સ ચાલકે જેવો ગાડીનો દરવાજો ખોલ્યો કે વાનર ઝટપટ એની અંદર જઈને બેસી ગયો. એ ચાલક વિજય કુમાર સાહુની બાજુમાં બેસીને આનંદપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલ (Anandpur Hospital) પહોંચી ગયો. ત્યાં એમ્બ્યુલન્સમાંથી ઉતરીને કોઈને શોધવા લાગ્યો. ત્યાર બાદ એ રામ સોરેન (Ram Soren)ના પાર્થિવ દેહ પાસે પહોંચ્યો.

પાર્થિવ શરીર પરથી ચાદર હટાવી અને ત્યાં જ બેસી ગયો

હોસ્પિટલમાં હાજર લોકોના કહેવા પ્રમાણે, વાનરે રામ સોરેનના શરીર પરથી ચાદર હટાવી અને ભાવુક થઇને પાસે જ બેસી ગયો. વાનરના આ વ્યવહારથી તમામ લોકો ઈમોશનલ અને આશ્ચર્ય ચકિત્ થઈ ગયા! હાલ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આખરે વાનર એમ્બ્યુલન્સમાં બેસીને હોસ્પિટલ કેમ આવેલો અને આ જ વ્યકિતના પાર્થિવ દેહ સુધી પહોંચવા માટે કેમ બેચેન હતો?

Monkey in Ambulance Odisha Viral Video
Monkey in Ambulance Odisha Viral Video

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ (Monkey in Ambulance Odisha)

આ આખીયે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયો અંગે અને વાનર (Monkey)ના વ્યવહાર અંગે આનંદપુર વિસ્તારમાં ચર્ચાઓ થઈ રહી છે. જો કે, આ વાનરનો રામ સોરેન સાથે શું સંબંધ હતો અને એ પહેલેથી એને જાણતો હતો કે નહિં એની જાણકારી ઉપલબ્ધ નથી. આમ છતાં, એક મૂક પ્રાણીના આ અજીબ વ્યવહારથી ત્યાં હાજર તમામ લોકોને અત્યંત ભાવુક કરી દીધા હતા!


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :