West Bengal News : પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવ વચ્ચે દુર્ગાપુરમાં ભાજપના કાર્યાલયમાં (Durgapur BJP Office)તોડફોડની ઘટના સામે આવી છે. ગુરુવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખસોએ વોર્ડ નંબર 33ના ફરીદપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ (BJP Office Vandalism)કરી હતી. હુમલાખોરોએ ભાજપના ઝંડા, બેનરો અને અન્ય સામાન ફાડી નાખ્યો હોવાનો આરોપ છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં (BJP Workers)ભારે રોષ ફેલાયો છે. કાર્યકરોએ પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપ કાર્યાલયમાં ઘૂસીને તોડફોડ, ઝંડા-બેનરો ફાડ્યાં
ભાજપના સ્થાનિક કાર્યકરો (BJP Workers)ના જણાવ્યા અનુસાર, ગુરુવારે મોડી રાત્રે કેટલાક શખસોએ અંધારાનો લાભ લઈને પાર્ટી કાર્યાલયને નિશાન બનાવ્યું હતું. તોફાની તત્વોએ કાર્યાલયમાં લગાવવામાં આવેલા ભાજપના ધ્વજ અને બેનરો ફાડી નાખ્યા હતા. એટલું જ નહીં, પક્ષના નેતાઓનાં ચિત્રો ધરાવતા બેનરો પણ ફાડીને જમીન પર ફેંકી દેવામાં આવ્યા હતા.
સ્થાનિક ભાજપ નેતૃત્વએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તોડફોડ દરમિયાન કાર્યાલયમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના વાયર કાપી નાખવામાં આવ્યા હતા. આ કારણે ઘટનાના પુરાવા મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. જોકે, તોડફોડ પાછળ કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
Durgapur BJP Office : રાત્રિના અંધારામાં આયોજનબદ્ધ હુમલાનો આરોપ
ભાજપે આ ઘટનાને પૂર્વઆયોજિત ગણાવી છે. પક્ષના કાર્યકરોનો (BJP Workers)+દાવો છે કે હુમલાખોરોએ જાણીજોઈને રાત્રિના સમયે કાર્યાલયમાં તોડફોડ કરી હતી, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ભાજપના કાર્યકરો અને સમર્થકો કાર્યાલય પાસે એકઠા થઈ ગયા હતા.
બીજી તરફ, ઘટનાની માહિતી મળતાં દુર્ગાપુર પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કાર્યાલયમાં તોડફોડ કરનાર શખસોની ઓળખ, ઘટનાનું કારણ અને તેની પાછળ કોઈ રાજકીય કારણ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ઉત્તર 24 પરગણામાં પણ ભાજપ કાર્યકર પર હુમલો
આ પહેલાં પશ્ચિમ બંગાળ (West Bengal)ના ઉત્તર 24 પરગણા જિલ્લામાં પણ બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી હતી. અહેવાલો અનુસાર, ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીજા જૂથના લોકોએ ભાજપના કાર્યકરો (BJP Workers)પર હુમલો કર્યો હતો. આ અથડામણમાં એક ભાજપ કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને જૂથોને અલગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘાયલ કાર્યકરને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને કામરહાટીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળ (West Bengal)માં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે રાજકીય વાતાવરણમાં તણાવ જોવા મળી રહ્યો છે. જોકે, બંને ઘટનાઓમાં હુમલાખોરોની ઓળખ અને ઘટનાનાં કારણ અંગે પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.
