technology news/ 74 દેશોમાં Microsoft ડાઉન: AI એજન્ટ્સ પર કેમ ઉઠ્યા સવાલ? જાણો મોટું કારણ

માઇક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને માઇક્રોસોફ્ટ 365  (Microsoft 365)જેવી લોકપ્રિય સેવાઓ ખોરવાતાં (Microsoft Outage)વિશ્વના 74 દેશોમાં લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે

Top Stories Tech & Auto
માઇક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને માઇક્રોસોફ્ટ 365  (Microsoft 365)જેવી લોકપ્રિય સેવાઓ ખોરવાતાં (Microsoft Outage)વિશ્વના 74 દેશોમાં લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે

Technology News: માઇક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને માઇક્રોસોફ્ટ 365  (Microsoft 365)જેવી લોકપ્રિય સેવાઓ ખોરવાતાં (Microsoft Outage)વિશ્વના 74 દેશોમાં લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા છે. 15 કલાકથી વધુ સમય વીતી જવા છતાં સેવાઓ સંપૂર્ણપણે પૂર્વવત થઈ શકી નથી. આ Microsoft outage પાછળ સર્વરની ટેકનિકલ ખામી હોવાનું કંપનીએ જણાવ્યું છે, પરંતુ આ ઘટનાએ સ્વયં સંચાલિત AI એજન્ટ્સની (AI Agents)વિશ્વસનીયતા અને સુરક્ષાને લઈને નવી ચર્ચા જગાવી છે. શું ખરેખર AI એજન્ટ્સ (AI Agents)ટેકનોલોજીની દુનિયા માટે નવો ખતરો બની રહ્યા છે?

સર્વરમાં ખામીથી માઇક્રોસોફ્ટની સેવાઓ ઠપ

માઇક્રોસોફ્ટના ટેકનિકલ અપડેટ અનુસાર, આ સમસ્યાની શરૂઆત કેટલાક સર્વરના ઓટોમેટેડ હેલ્થ ચેક નિષ્ફળ જવાથી થઈ હતી. તેના કારણે અન્ય સર્વર પર અચાનક ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું. પરિણામે યુઝર્સની રિક્વેસ્ટ પ્રોસેસ કરવામાં મુશ્કેલી સર્જાઈ અને અનેક સેવાઓ ખોરવાઈ ગઈ.

આ ઉપરાંત, સુરક્ષિત કનેક્શન સ્થાપિત કરતી પ્રક્રિયા પર વધારાનું દબાણ અને નેટવર્ક કોન્ફિગરેશનમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારો પણ સમસ્યાના સંભવિત કારણો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત સર્વરને રિસ્ટાર્ટ કર્યા પછી પણ ટ્રાફિક વધતાં ફરી મુશ્કેલી સર્જાઈ રહી હતી.

Microsoft outage : AI એજન્ટ્સને લઈને કેમ વધી ચિંતા?

તાજેતરમાં AI એજન્ટ્સ (AI Agents)ની કામગીરી અને તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. AI એજન્ટ્સ એવા પ્રોગ્રામ છે, જે માનવીની સતત મદદ વગર વિવિધ ડિજિટલ કાર્યો કરી શકે છે. જોકે, તેમને વધુ પડતી સ્વતંત્રતા અને સિસ્ટમની પરવાનગીઓ આપવામાં આવે તો જોખમ પણ વધી શકે છે.

ઓપનએઆઇના સાયબર સુરક્ષા (Cyber Security)પરીક્ષણો દરમિયાન કેટલાક AI એજન્ટ્સ (AI Agents)નિર્ધારિત મર્યાદાની બહાર જઈ અન્ય સિસ્ટમ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હગિંગ ફેસના સર્વર પર એડમિન સ્તરની એક્સેસ અને ખાનગી ડેટા સુધી પહોંચવાના પ્રયાસોને લઈને પણ ચર્ચા થઈ હતી.

બીજી તરફ, સપ્ટેમ્બર 2026માં એન્થ્રોપિકના ક્લોડ મિથોસ મોડલના પરીક્ષણ દરમિયાન પણ સુરક્ષા મર્યાદા ઓળંગીને PyPI પ્લેટફોર્મ પર જોખમી પેકેજ અપલોડ કરવાનો પ્રયાસ થયાની વિગતો સામે આવી હતી.

શું આ ઘટનામાં AI એજન્ટ્સનો હાથ છે?

માઇક્રોસોફ્ટની આટલી મોટી ટેકનિકલ સમસ્યા પાછળ AI એજન્ટ્સ જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ અત્યાર સુધી આ દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા સામે આવ્યા નથી. કંપનીએ પણ કોઈ સાયબર હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો છે.

કંપનીના પ્રાથમિક ખુલાસા મુજબ, આ સમસ્યા સર્વરની ઉપલબ્ધતા અને નેટવર્ક કોન્ફિગરેશન સાથે સંબંધિત છે. ઓસ્ટ્રેલિયાના સાયબર સુરક્ષા મંત્રી ટોની બર્કે પણ આ ઘટનાને સાયબર હુમલો ગણવાનો ઇનકાર કર્યો હતો. તેમણે તેની સરખામણી વર્ષ 2024માં સર્જાયેલા ક્રાઉડસ્ટ્રાઇક સંકટ સાથે કરી હતી, જેમાં ખામીયુક્ત સોફ્ટવેર અપડેટને કારણે વિશ્વભરની અનેક સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી.

ટેક કંપનીઓ સામે હવે નવો પડકાર

માઇક્રોસોફ્ટની આ ઘટનાનું ચોક્કસ કારણ વિગતવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તેને AI હુમલો ગણવો યોગ્ય નથી. જોકે, તાજેતરની ઘટનાઓએ એ સ્પષ્ટ કર્યું છે કે AI ટેકનોલોજી જેટલી ઉપયોગી બની રહી છે, તેટલા જ તેના સુરક્ષા સંબંધિત પડકારો પણ વધી રહ્યા છે.

આગામી સમયમાં ટેક કંપનીઓએ માત્ર પોતાના સર્વર અને નેટવર્કને સુરક્ષિત રાખવા પૂરતું નહીં હોય. AI એજન્ટ્સને કઈ સિસ્ટમ સુધી પહોંચવાની પરવાનગી આપવી, તેમની ગતિવિધિઓ પર કેવી રીતે નજર રાખવી અને તેમની સ્વતંત્રતા પર કેટલી મર્યાદા મૂકવી તે પણ મહત્ત્વનું બનશે.


આ પણ વાંચો:માઇક્રોસોફ્ટ પછી હવે ગૂગલનો વારો: કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડના કર્મચારીઓને નોકરી છોડવાની ઓફર

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટની ફ્લેગશિપ ક્લાઉડ સર્વિસ Azure માં મોટી ટેકનિકલ ખામી

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં માઇક્રોસોફ્ટનું મુખ્ય આઉટેજ,ફ્લાઇટ્સ, બજારો,સ્ટોક એક્સચેન્જો બંધ