Kutch News: પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ દરમિયાન પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે બાતમીના આધારે મેઘપર બોરીચી (Meghpar Borichi) વિસ્તારમાં દરોડો પાડીને બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી (Bangladeshi Women) પાડી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને મહિલાઓ ભારતમાં માન્ય વિઝા કે અન્ય જરૂરી દસ્તાવેજો વિના રહેતી હતી.
Bangladeshi Women: સાથી સિક્ધાર અને મિનારા બેગમ ઝડપાઈ
મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ SOGની (East Kutch SOG) ટીમને મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા એક બીજ નજીક બે વિદેશી મહિલાઓ ગેરકાયદે રહેતી હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મૂળ બાંગ્લાદેશની વતની સાથી સિક્ધાર અને મિનારા બેગમને ઝડપી લેવામાં આવી હતી.
પોલીસના પ્રાથમિક દાવા મુજબ, બંને મહિલાઓ પાસે ભારતમાં રહેવા માટેના માન્ય વિઝા કે આધારભૂત દસ્તાવેજો નહોતા.
બંને મહિલાઓ અહીં કોની મદદથી આવી તેની તપાસ
બંને મહિલાઓને ઝડપી લીધા બાદ SOG દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કયા હેતુથી ભારતમાં આવી હતી, કેટલા સમયથી અહીં રહેતી હતી અને તેમને અહીં રહેવા માટે કોણે મદદ કરી હતી તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે પોલીસ એક્શન
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ સરહદે બાંગ્લાદેશીઓની લાગી કતાર, 3D નીતિના ડરથી પલાયન શરૂ
