Banaskantha News/ બનાસકાંઠાના કાંકરેજમાં બે જૂથો વચ્ચે ધીંગાણું, 3 ઈજાગ્રસ્ત, 2 આરોપી ઝડપાયા

Kankrej Group Clash: કાંકરેજમાં જૂથ અથડામણની ઘટના સામે આવી, એક જ સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતમાં મારામારી, 3 ઈજાગ્રસ્ત, પોલીસે 2 આરોપીને ઝડપ્યા.

Others Gujarat Breaking News
kankrej group clash

Banaskantha News: કાંકરેજમાં (Kankrej Group Clash) જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ સમાજના બે જૂથો વચ્ચે જૂની અદાવતમાં ધીંગાણું થયું હતું. મારામારીમાં 3 લોકોને ઈજાઓ પહોંચી છે.

Kankrej Group Clash: જૂથ અથડામણમાં 3 ઈજાગ્રસ્ત

જૂની અદાવતમાં બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં સોમાભાઈ, રઘુભાઈ અને રમેશભાઈ ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેયને શિહોરી રેફરલ હોસ્પિટલ (Shihori Referral Hospital) ખસેડવામાં આવ્યા હતા.ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાટણ (Patan) રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા

જૂથ અથડામણની ઘટનાને લઈ પોલીસ સક્રિય થઈ હતી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સમગ્ર ઘટનાને લઈ  શિહોરી પોલીસ (Shihori Police) એ વધુ તપાસ હાથ ધરી છે. જૂથ અથડામણની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.


આ પણ વાંચો: ધંધુકામાં જૂની અદાવતમાં નાના ભાઈની હત્યા! બોલેરોથી બુલેટને ટક્કર મારી 6 શખ્સોનો હુમલો

આ પણ વાંચો: અમદાવાદમાં જૂની અદાવતે યુવક પર 4 શખ્સોનો લાકડીથી હુમલો! ઘટનાના CCTV ફૂટેજ વાયરલ

આ પણ વાંચો: ભાવનગરમાં બાળકોની રમતની અદાવતે લોહિયાળ ખેલ! યુવક પર છરી-પાઈપથી હુમલો, માથામાં ફ્રેક્ચર