National News/ અમૂલે છાશના પાઉચમાં કર્યો મોટો ફેરફાર, ભાવ તો એ જ પણ જથ્થો ઘટાડ્યો

અમૂલ દ્વારા છાશ (Amul Buttermilk)ના અલગ-અલગ પેકેટમાં મળતા જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે

Top Stories India
દૂધ અને દહીંના ભાવમાં વધારા બાદ હવે અમૂલની છાશ (Amul Buttermilk)ખરીદતા ગ્રાહકોને પણ ઝટકો લાગ્યો છે

National News : દિવાળી બાદ મોંઘવારીનો માર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી રહ્યો છે. દૂધ અને દહીંના ભાવમાં વધારા બાદ હવે અમૂલની છાશ (Amul Buttermilk)ખરીદતા ગ્રાહકોને પણ ઝટકો લાગ્યો છે. જોકે આ વખતે કંપનીએ સીધો ભાવ વધારો કરવાને બદલે પેકેટમાં મળતી છાશનો જથ્થો ઘટાડી દીધો છે. એટલે કે ગ્રાહકોએ છાશ માટે પહેલાં જેટલી જ કિંમત ચૂકવવી પડશે, પરંતુ હવે તેમને અગાઉની સરખામણીએ ઓછી છાશ મળશે. મોંઘવારીની આ પદ્ધતિને Shrinkflation (શ્રિંકફ્લેશન) કહેવામાં આવે છે.

અમૂલ છાશ (Amul Buttermilk)ના પાઉચમાં ઘટાડાયો જથ્થો

અમૂલ દ્વારા છાશ (Amul Buttermilk)ના અલગ-અલગ પેકેટમાં મળતા જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ પેકેટની કિંમત યથાવત રાખીને તેની માત્રા ઓછી કરી છે. આ ફેરફારની સીધી અસર રોજિંદા વપરાશ માટે છાશ ખરીદતા ગ્રાહકો પર પડશે.

અગાઉ રૂ.20ના છાશના પાઉચમાં 650 મિલી છાશ (Amul Buttermilk)મળતી હતી. હવે તેમાં 30 મિલીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે ગ્રાહકોને રૂ.20માં માત્ર 620 મિલી છાશ મળશે.

રૂ.5 અને રૂ.10ના પાઉચમાં પણ ઘટાડો

માત્ર મોટા પેકેટ જ નહીં, પરંતુ નાના પાઉચમાં પણ અમૂલે જથ્થો ઘટાડ્યો છે. રૂ.5ના જીરા છાશના પેકેટમાં અગાઉ 150 મિલી છાશ મળતી હતી. હવે તેમાં 10 મિલીનો ઘટાડો થતાં ગ્રાહકોને 140 મિલી છાશ મળશે.

તેવી જ રીતે રૂ.10ના છાશના પાઉચમાં અગાઉ 300 મિલી છાશ આપવામાં આવતી હતી. હવે તેમાં 20 મિલીનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે ગ્રાહકોને રૂ.10માં 280 મિલી છાશ મળશે.

ભાવ યથાવત, પરંતુ ગ્રાહકોને ઓછો જથ્થો મળશે

અમૂલના આ ફેરફાર બાદ ત્રણેય પ્રકારના પાઉચની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ દરેક પેકેટમાં મળતી છાશની માત્રા ઘટી ગઈ છે. પરિણામે ગ્રાહકોએ પહેલાં જેટલી જ કિંમત ચૂકવીને ઓછો જથ્થો ખરીદવો પડશે.

પાઉચની કિંમત અગાઉનો જથ્થો નવો જથ્થો
રૂ.5 (જીરા છાશ) 150 ML 140 ML
રૂ.10 300 ML 280 ML
રૂ.20 650 ML 620 ML

શું છે મોંઘવારીની નવી પદ્ધતિ શ્રિંકફ્લેશન?

સામાન્ય રીતે કોઈ કંપની પ્રોડક્ટની કિંમત વધારીને મોંઘવારીનો બોજ ગ્રાહકો પર નાખે છે. પરંતુ શ્રિંકફ્લેશનમાં પ્રોડક્ટની કિંમત યથાવત રાખીને તેના પેકેટમાં મળતી વસ્તુનો જથ્થો ઘટાડી દેવામાં આવે છે.

આવી સ્થિતિમાં ગ્રાહકોને કિંમતમાં કોઈ ફેરફાર દેખાતો નથી, પરંતુ તેઓ પહેલાં જેટલા જ પૈસામાં ઓછી વસ્તુ ખરીદે છે. અમૂલની છાશ (Amul Buttermilk)ના પાઉચમાં કરવામાં આવેલો ફેરફાર પણ આ જ પદ્ધતિનું ઉદાહરણ છે. હવે છાશ ખરીદતી વખતે ગ્રાહકોએ પેકેટ પર દર્શાવેલો નવો જથ્થો ખાસ ધ્યાનથી જોવો પડશે.


આ પણ વાંચો: અમૂલ દૂધના ભાવમાં વધારો, પ્રતિ લીટર ₹2 મોંઘું થયું

આ પણ વાંચો: દૂધસાગર ડેરીના ચેરમેને કરી ભાવમાં ફેરફારની જાહેરાત, શેર ડિવિડન્ડ મંડળીઓને 10 ટકા આપવાનો નિર્ણય

આ પણ વાંચો: જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો