Vadnagar News: ગુજરાતના ઐતિહાસિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટી ઓળખ મળી છે. મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા ‘અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ’ (Anant Anadi Vadnagar Museum)ને જર્મનીના બર્લિનમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ‘Red Dot Award 2026’ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન સાથે મ્યુઝિયમે વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતમાં અનેક ઐતિહાસિક ધરોહરના અવશેષો મળ્યા છે. ધોળાવિરા અને લોથલ જેવી પ્રાચીન સભ્યતાઓના અવશેષો મળવાથી ના માત્ર ભારત પંરતુ વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ ગયું છે. જેમાં વડનગરમાં પણ ઔતિહાસિક અવશેષો મળ્યા છે જેને લઈ વિશ્વએ ગુજરાતનું સન્માન આપી પ્રશંશા કરી છે.
Red Dot Award 2026: ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ
આ સિદ્ધિ સાથે અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ભારતનું પ્રથમ અને એકમાત્ર મ્યુઝિયમ બન્યું છે. આ વૈશ્વિક સન્માનથી ગુજરાતના સમૃદ્ધ વારસા, ઐતિહાસિક ધરોહર અને આધુનિક મ્યુઝિયમ ડિઝાઇનને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે.
₹298 કરોડના ખર્ચે તૈયાર થયું છે મ્યુઝિયમ
અનંત અનાદિ વડનગર મ્યુઝિયમ (Vadnagar Archaeology Museum) ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલું ભારતનું સૌથી મોટું અને આધુનિક પુરાતત્વીય અનુભવાત્મક (Archaeological Experiential) મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ અંદાજે ₹298 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
12,500 ચોરસ મીટરમાં ફેલાયેલું ચાર માળનું મ્યુઝિયમ
આ મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ચાર માળના આ મ્યુઝિયમમાં વડનગરના 2,500 વર્ષથી પણ જૂના ઇતિહાસને આધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા

વડનગરના આ ઐતિહાસિક વારસાને વૈશ્વિક સ્તરે ઓળખ મળી તે ના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારત માટે માટે ગૌરવની ક્ષણ બની છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન સાથે જોડાયેલ આ ધરોહર ગુજરાત રાજ્ય પુરતી સિમિત ના રહેતા તેણે વૈશ્વિક ઓળખ ઉભી કરી છે જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમગ્ર દેશવાસીઓને ટ્વીટરના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: 31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી
આ પણ વાંચો: 7 ઓક્ટોબરે વડનગરમાં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો ભવ્ય સમાપન સમારોહ, 20 હજાર લોકોની વ્યવસ્થા
આ પણ વાંચો: અમિત શાહ કરશે વડનગરમાં પુરાતત્વ સંગ્રહાલયનું ઉદ્ઘાટન, PM મોદીની શાળાને કાયાકલ્પ કરાશે
