Ahmedabad News/ અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ફરિયાદ પાછી ન ખેંચતાં વેપારીના પુત્રના અપહરણનો પ્રયાસ; ઓફિસમાંથી ₹1.01 લાખ પડાવ્યા

Ahmedabad Moneylenders Crime: અમદાવાદના વસ્ત્રાપુરમાં વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવા વેપારીના પુત્રના અપહરણનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. આરોપીઓએ ઓફિસમાં તોડફોડ કરી ₹1,01,600 પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Moneylenders Crime: અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, વેપારીના પુત્રના અપહરણનો પ્રયાસ

Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં વ્યાજખોરીની ફરિયાદ પાછી ન ખેંચવાની અદાવતમાં વેપારીના પુત્ર પર હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ (Ahmedabad Moneylenders Crime) કરાયો હોવાની ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ ફરિયાદીની કાર આંતરી તેને બળજબરીથી મોપેડ પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી સ્ટાફને ધમકાવી ₹1,01,600ની રોકડ પડાવી લીધી હોવાનો આરોપ છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad Moneylenders Crime: વસ્ત્રાપુર તળાવ પાસે કાર આંતરી

ફરિયાદ મુજબ, સોમવારે રાત્રે વેપારીનો પુત્ર ડ્રાઇવર સાથે કારમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન વસ્ત્રાપુર તળાવ પાસે બે શખ્સોએ તેની કાર આંતરી હતી. અગાઉ નોંધાવેલી વ્યાજખોરીની ફરિયાદ પાછી ખેંચવાની વાતને લઈને બંનેએ તેને કારમાંથી બળજબરીથી નીચે ઉતાર્યો હતો અને મોપેડ પર બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો (Kidnapping Attempt) હતો.

માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

ફરિયાદીએ પોતાને બચાવવા ચાલુ મોપેડ પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતાં બંને શખ્સોએ તેને પકડીને માર માર્યો હતો. આ દરમિયાન તેને ઈજાઓ પહોંચી હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોનું ટોળું ભેગું થતાં બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

આરોપીઓએ ઘટનાસ્થળેથી ફરાર થયા બાદ પણ ફોન કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ઓફિસમાં તોડફોડ કરી ₹1.01 લાખ પડાવ્યા

આ ઘટના બાદ ચાર શખ્સો ફરિયાદીની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં ઘૂસીને તેમણે ઓફિસમાં તોડફોડ કરી હતી અને સ્ટાફને ડરાવી-ધમકાવીને રોકડ રકમ પડાવી લીધી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ₹1,01,600 લઈને ત્યાંથી ફરાર (Gujarat Crime) થઈ ગયા હતા.

વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી

આ સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીના પુત્રએ ચાર શખ્સો સામે વસ્ત્રાપુર પોલીસ (Vastrapur Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણના પ્રયાસ, મારામારી, તોડફોડ અને રોકડ પડાવી લેવા સહિતના આરોપો અંગે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક યથાવત્, આધેડે ઝેરી દવા પીને કર્યો આપઘાત

આ પણ વાંચો: જૂનાગઢમાં વ્યાજખોરોનો આતંક યથાવત્ , યુવાને જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: સચિન GIDC પોલીસનો વ્યાજખોરોનો આતંક ડામવા નવતર પ્રયોગ