Patan News/ પાટણમાં શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગ, 5થી 6 રાઉન્ડ ગોળીબાર કરી બુકાનીધારીઓ ફરાર

Patan Firing: પાટણના હાસાપુર વિસ્તારમાં શ્રેય મોલ પાસે બુકાનીધારી શખસોએ અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટના બાદ પોલીસનો કાફલો પહોંચ્યો અને વિસ્તાર કોર્ડન કરીને CCTV ફૂટેજની તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Breaking News
Patan Firing: પાટણમાં ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ, બુકાનીધારીઓ ફરાર

Patan News: પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં આવેલા શ્રેય મોલ પાસે ધોળા દિવસે ફાયરિંગની ઘટના (Patan Firing) સામે આવી છે. રોટલીયા હનુમાન મંદિર નજીક આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય ફિટનેસની નીચે બુકાનીધારી શખસોએ અંદાજે 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. દિવસ દરમિયાન બનેલી આ ઘટનાથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Patan Firing: પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની જાણ થતાં જ પાટણના પોલીસ અધિક્ષક (SP) સહિત LCB, SOG અને બી-ડિવિઝન પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.

CCTV ફૂટેજની તપાસ શરૂ

ફાયરિંગ પાછળનું કારણ શું હતું અને તેમાં સંડોવાયેલા શખ્સો કોણ હતા તે જાણવા પોલીસ તપાસ (Gujarat Crime News) કરી રહી છે. આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. હુમલાખોરોને ઝડપી પાડવા પોલીસની ટીમો તપાસમાં લાગી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ₹25 કરોડના ડ્રગ્સ કેસના આરોપી પર ફાયરિંગ, પગમાં વાગી ગોળી

આ પણ વાંચો: ટાઇગર શ્રોફ ફાયરિંગ બાદ મહારાષ્ટ્રમાં બિશ્નોઈ ગેંગના નેટવર્કની ચર્ચા ફરી તેજ

આ પણ વાંચો: અમદાવાદમાં ફટાકડા ફોડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ, 3 રાઉન્ડ ફાયરિંગ