World News/ સુંદર ચીની મહિલાને જાસૂસ ગણાવી દેવાય છે? જેન્સન હુઆંગના બચાવમાં ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે જેન્સન હુઆંગ (Jensen Huang) ફરી Nvidiaના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે તો તેમને કોઈ વાંધો નથી

Top Stories World
અમેરિકાની અગ્રણી ચિપ ઉત્પાદક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ (Jensen Huang)ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે

World News : અમેરિકાની અગ્રણી ચિપ ઉત્પાદક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ (Jensen Huang)ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અંગત સંબંધો અને ચીન સાથે જોડાયેલી જાસૂસીની શંકાઓ વચ્ચે રાજીનામું આપ્યા બાદ હવે તેમની કંપનીમાં વાપસીની અટકળો તેજ બની છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુઆંગના સમર્થનમાં નિવેદન આપીને તેમની સંભવિત વાપસી અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે.

ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે જેન્સન હુઆંગ (Jensen Huang) ફરી Nvidiaના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળે તો તેમને કોઈ વાંધો નથી. તેમના મતે હુઆંગ સમગ્ર ઘટનામાંથી જરૂરી બોધપાઠ લઈ ચૂક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટેકનોલોજી જગતમાં હુઆંગના નેતૃત્વને ફરી તક આપવાની માંગ ઊઠી રહી છે.

 ચીની મહિલા પર જાસૂસીના આરોપો અંગે ટ્રમ્પનો સવાલ

આ વિવાદમાં સિંગાપોર સ્થિત ક્લાઉડ સર્વિસિસ કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગનું નામ સામે આવ્યું છે. તેમના પર ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ટ્રમ્પે આ આરોપોની વિશ્વસનીયતા સામે સવાલ ઉઠાવ્યા હતા.

ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે ચીનથી આવતી કોઈ મહિલા સુંદર હોય તો ઘણીવાર તેને જાસૂસ ગણાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે એલિસ હુઆંગ (Alice Huang)જાસૂસીમાં સામેલ હતી તેવું માનવા માટે કોઈ નક્કર કારણ તેમની પાસે નથી. ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે તેમના જોડાણ અંગેના દાવાઓ પર પણ ટ્રમ્પે (Donald Trump)સવાલો ઉઠાવ્યા હતા.

Jensen Huang : 33 વર્ષ સુધી સંભાળી Nvidiaની કમાન

જેન્સન હુઆંગે Nvidiaના નેતૃત્વમાં લગભગ 33 વર્ષ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કંપનીના વિકાસ અને વૈશ્વિક ચિપ ઉદ્યોગમાં તેની ઓળખ મજબૂત બનાવવામાં તેમનું યોગદાન રહ્યું છે. અહેવાલ મુજબ, 12 નવેમ્બરે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તેમના રાજીનામા બાદ કંપનીના CFO કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, રાજીનામા બાદ થોડા જ દિવસોમાં હુઆંગની સંભવિત વાપસી અંગેની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે.

સિલિકોન વેલીના દિગ્ગજો પણ વાપસીના પક્ષમાં

અહેવાલો અનુસાર, સિલિકોન વેલીના (Silicon Valley) કેટલાક અગ્રણી ટેકનોલોજી ક્ષેત્રના લોકો જેન્સન હુઆંગને (Jensen Huang) ફરી CEO (Nvidia CEO)બનાવવાની તરફેણ કરી રહ્યા છે. આ માટે Nvidiaના બોર્ડ પર પણ દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું કહેવાય છે.

આ સમગ્ર પ્રયાસમાં વ્હાઇટ હાઉસનું સમર્થન મેળવવાની દિશામાં પણ હિલચાલ થઈ રહી છે. હવે ટ્રમ્પે જાહેરમાં હુઆંગની વાપસી સામે વાંધો ન હોવાનું જણાવીને આ ચર્ચાને વધુ વેગ આપ્યો છે. જોકે, Nvidiaના બોર્ડ તરફથી તેમની પુનઃનિયુક્તિ અંગે કોઈ સત્તાવાર નિર્ણયની પુષ્ટિ થઈ નથી.


આ પણ વાંચો: Nvidiaમાં જેન્સન હુઆંગની વાપસીની ચર્ચા તેજ! બોર્ડમાં હલચલ, નવા CEO અંગે સસ્પેન્સ

આ પણ વાંચો: હનીટ્રેપ શું છે? Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ અને ચીની મહિલા સાથેના સંબંધોની ચોંકાવનારી કહાની

આ પણ વાંચો: Nvidia CEO જેન્સન હુઆંગના ડિવોર્સથી તૂટશે રેકોર્ડ? પત્નીને મળી શકે ₹7.6 લાખ કરોડ!