Food Recipe/ શું ક્યારેય બનાવ્યા છે આમળાના લાડુ? શિયાળામાં ઈમ્યૂનિટી વધારવા માટે શ્રેષ્ઠ ઑપ્શન!

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા વાળ, ત્વચા, આંખો અને પેટને પણ ભરપૂર ફાયદો કરી શકે છે. સ્વાદ અને પોષણથી ભરપૂર આ Amla Laddu…

Trending Food Lifestyle
Amla Laddu...Nutrition થી powerful Recipe...માત્ર 4 સ્ટેપમાં બનાવો આ ગુણકારી લાડુ!

Food Recipe: આમળાનું અથાણું, આમળાનો જ્યૂસ, આમળાનો મુરબ્બો અને આમળાનું શાક તો લોકો બનાવતા જ હોય છે પરંતુ આજે અહિં તમને આમળાના લાડુ (Amla Laddu) બનાવવાની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ.

શિયાળામાં આમળાની ભરપૂર સિઝન હોય છે. આમળાને કોઈ ને કોઈ પ્રકારે તમારા ડાયેટમાં અવશ્ય સામેલ કરવા જોઈએ. આમળાનું અથાણું, આમળાનો જ્યૂસ, આમળાનો મુરબ્બો અને આમળાનું શાક તો લોકો બનાવતા જ હોય છે પરંતુ આજે અહિં તમને આમળાના લાડુ (Amla Laddu) બનાવવાની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ. આમળાના લાડુ એક વાર બનાવીને આખો મહિનો સ્ટોર કરીને ખાઈ શકાય છે. દરરોજ એક આમળાનો લાડુ ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થશે અને તમે ઓછા બીમાર પડશો. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા વાળ, ત્વચા, આંખો અને પેટને પણ ભરપૂર ફાયદો કરી શકે છે. સ્વાદ અને પોષણથી ભરપૂર આ આમળાના લાડુ શિયાળામાં ખાવા માટે એક બહેતરીન વિકલ્પ છે. તો ચાલો જાણીએ આમળાના લાડુ બનાવવાની રેસિપી (Amla Laddu Recipe)અંગે વિસ્તૃત રીતે…

Health Benefits of Amla
Health Benefits of Amla

ગુણકારી આમળાના સ્વાસ્થ્યલાભ (Health Benefits of Amla)

આયુર્વેદમાં આમળાને ‘અમૃતફળ’ (Amritfal, Ayurveda) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળના ગુણો એટલા બધા છે કે, એને સુપરફૂડ કહેવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટના મતે, આમળા એક દેશી દવા (Desi Medicine) જેવું કાર્ય કરે છે. એમાં એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, ફાઇબર ઉપરાંત વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક દ્રવ્યો હોય છે.

શિયાળાની ઠંડી ઋતુમાં આમળાના સેવનથી ઇમ્યુનિટી (Immunity Booster) બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શન (Viral Infection)નું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. બાળકોથી લઇને વડીલો સુધી તમામ વયના લોકોએ આમળાનું સેવન કરવું જ જોઇએ. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાનું મુખવાસના સ્વરુપમાં અથવા અન્ય રીતે સેવન કરી શકો છો.

શિયાળાની ઋતુ આવતાની સાથે જ ચોમાસાનો મંદાગ્નિ જેમ જઠરાગ્નિમાં પરિવર્તિત થઇ જાય છે એ જ પ્રમાણે રસોડા અને ગૃહિણીઓની ઊર્જામાં વૃદ્ધિ થઇ જાય છે! લીલાછમ શાકભાજીની આવકની સાથોસાથ લીલા કાચ જેવા આમળા પણ ઠેર-ઠેર દેખાવા લાગે છે. આમળા એક સુપરફૂડ છે જેનું સેવન શિયાળામાં સ્વાસ્થ્ય (Health) માટે ઘણું જ ઉત્તમ ગણાય છે. શિયાળામાં બજારમાં આમળાનું ધૂમ વેચાણ થાય છે. ઘર-ઘરમાં ઠંડીની સિઝનમાં એમાંથી ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજન બનતા હોય છે. કોઇ આમળાની ચટણી (Amla Chatni) ખાવાનું પસંદ કરે છે તો કોઇને આમળાને મુરબ્બો (Amla Murabba)! કોઇ આથેલા આમળા ખાવાનું પસંદ કરે છે તો વળી કોઇને આમળાનું અથાણું (Amla Pickle) પસંદ હોય છે!

આ તમામ વસ્તુઓ સ્વાદિષ્ટ હોય છે પણ શું તમે ક્યારેય આમળાના લાડુ (Amla Laddu) ખાધા છે ખરા? એ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, સ્વાસ્થસભર વાનગી છે. એના સેવનથી ઇમ્યુનિટી  બુસ્ટ થાય છે અને જેથી વાયરલ ઇન્ફેક્શનનું જોખમ પણ મોટા ભાગે રહેતું નથી. ઘણા લોકોને એનો ખાટો સ્વાદ ગમતો ન હોય તો તમે આમળાના લાડુના સ્વરુપમાં સેવન કરી શકો છો. હવે જો તમે આમળાના લાડુ ઘરે જ તૈયાર કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની સરળ રેસિપી…

How to make Amla Laddu
How to make Amla Laddu

બનાવવાની વિધિ (How to make Amla Laddu)

1. સૌપ્રથમ તમારે તાજા આમળા લેવાના રહેશે. તમે ઇચ્છો તો કાચા આમળાને ધોઈને એને છીણી શકો છો. જો આમ નથી કરવું તો આમળાને કોઈ ચાળણી પર રાખીને 5 મિનિટ વરાળે બાફી લો. આમ કરવાથી આમળા વધુ સૉફ્ટ થઈ જશે અને તમે આસાનીથી છીણી શકો છો. આમળાના ઠળીયા કાઢીને ફેંકી દેવા.

2. હવે કડાઈમાં 2 ચમચી દેશી ઘી ઉમેરો. ઘીમાં આમળા નાખીને થોડી વાર માટે હલાવતા રહીને પકાવી લો. જ્યારે આમળા પાકી જાય ત્યારે એમાં થોડું છીણેલું સૂકા કોપરાનું છીણ ઉમેરો. તમે તમારા પસંદનું કોઈ ડ્રાય ફ્રુટ પણ બારીક સમારીને ઉમેરી શકો છો. આ વેકલ્પિક છે.

3. આમળાના લાડુને ગળ્યા બનાવવા માટે એમાં આવશ્યકતા અનુસાર સમારેલો ગોળ કે દળેલી સાકર મિક્સ કરો. એમાં ફ્લેવર માટે 1 નાની ચમચી ઈલાયચી પાવડર ઉમેરો. ઓગળીને મિક્સ થાય બાઇન્ડિંગ આવે એટલે ગૅસ બંધ કરી દો.

4. ઠંડા થાય પછી એના નાના-નાના લાડુ બનાવી લેવા.

તો તૈયાર છે તમારા આમળાના સ્વાદિષ્ટ લાડુ…જેને તમે કોઈ કાચના જારમાં સ્ટોર કરીને આખો મહિનો ખાઈ શકો છો. એમાંથી દરરોજ એક લાડુ ખાઓ અને બાળકોને પણ ખવડાવો. આમળાના લાડુ શરીરને વિટામિન સી અને એન્ટી ઑક્સિડન્ટ્ પૂરા પાડે છે જેનાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે અને આપણે ઓછા બીમાર પડીએ છીએ.


આ પણ વાંચો: ચટપટું આમળાનું અથાણું, તેલ-મસાલા વગર આ હૅલ્ધી રીતે બનાવો…શિયાળામાં માટે છે સુપરફૂડ…

આ પણ વાંચો: બજારમાં મળવા લાગ્યા છે તાજા આમળા…ઘરે જ બનાવો ઈમ્યૂનિટી બૂસ્ટર આમળાનો મુરબ્બો!

આ પણ વાંચો: સવારે ખાલી પેટે પીઓ આમળાની ચા…પેટ સાફ કરવા અને વજન ઘટાડવામાં અસરદાર…જાણો બનાવવાની રીત…