Gandhinagar News: રાજ્યમાં આગામી 2થી 3 મહિનામાં શિયાળુ પાકના (Winter Sowing Season) વાવેતરની તૈયારીઓ શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળી રહે તેમજ નકલી કૃષિ સામગ્રીથી નુકસાન ન થાય તે માટે ખેતી વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા (Agriculture Advisory Gujarat) જાહેર કરવામાં આવી છે. વિભાગે ખેડૂતોને બિયારણ અને ખાતરની ખરીદી માત્ર સરકાર માન્ય અને અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવાની અપીલ કરી છે.
Agriculture Advisory Gujarat: લાયસન્સ નંબર સાથેનું પાકું બિલ લેવું જરૂરી
ખેતી વિભાગે ખેડૂતોને કોઈપણ કૃષિ સામગ્રીની ખરીદી કરતી વખતે લાયસન્સ નંબર દર્શાવતું પાકું બિલ અવશ્ય લેવાની સૂચના આપી છે. બિલમાં વેપારીનું નામ, પૂરું સરનામું અને ખરીદેલા બિયારણ કે ખાતરનો ચોક્કસ લોટ નંબર સ્પષ્ટ રીતે લખેલો હોવો (Authorized Fertilizer Dealers) જોઈએ. ભવિષ્યમાં ઉત્પાદનની ગુણવત્તા અંગે કોઈ સમસ્યા ઊભી થાય તો આ વિગતો ઉપયોગી સાબિત થઈ શકે છે.
એક્સપાયરી ડેટ તપાસ્યા બાદ જ ખરીદી કરો
ખેડૂતોએ બિયારણ અને ખાતર ખરીદતી (Seed Fertilizer Purchase) વખતે તેની એક્સપાયરી ડેટ ખાસ તપાસવી જોઈએ. મુદત પૂરી થઈ ગયેલા બિયારણ કે ખાતરનો ઉપયોગ ખેતરમાં ન કરવા પણ વિભાગે સૂચના આપી છે. યોગ્ય ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થાય તે માટે ખરીદી અને વાવેતર પહેલાં જરૂરી તકેદારી રાખવી જરૂરી છે.
નકલી બિયારણ કે ખાતર મળે તો ફરિયાદ કરો
જો બજારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ નકલી બિયારણ કે ખાતરનું વેચાણ કરતી હોવાનું જણાય, તો ખેડૂતોએ તાત્કાલિક સંબંધિત કૃષિ અધિકારીઓને જાણ કરવી જોઈએ. વિભાગે ખેડૂતોને આવી બાબતો અંગે ફરિયાદ કરવામાં ખચકાટ ન રાખવા અપીલ કરી છે, જેથી તંત્ર સમયસર કાર્યવાહી કરી શકે.
આ પણ વાંચો: છોટાઉદેપુર: સરકારી માન્યતા વગરના બિયારણનું વેચાણ થતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ
આ પણ વાંચો: નકલી ખાતર-બિયારણ વેચનારાઓ હવે સીધા જેલમાં જશે, કૃષિ મંત્રીની ચેતવણી
આ પણ વાંચો: રાજકોટમાં નકલી બિયારણ મામલે કૃષિ મંત્રીનું આકરું વલણ, સખત કાર્યવાહીની ચીમકી
