Ahmedabad News : અમદાવાદમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર (Drug Trafficking) સામે પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં સોશિયલ મીડિયા, ટેલિગ્રામ અને ડાર્ક વેબ (Dark Web) મારફતે પ્રતિબંધિત માદક પદાર્થોના વેચાણ અને પ્રચારનું નેટવર્ક (Online Drug Business)કાર્યરત હોવાની વિગતો સામે આવી છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઓનલાઇન માધ્યમો પર ચાલતી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
Dark Web ડ્રગ્સ નેટવર્ક પર પોલીસની નજર
FIRમાં નોંધાયેલી વિગતો પ્રમાણે, અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન ડ્રગ્સના ગેરકાયદે વેચાણ (Drug Trafficking)સાથે જોડાયેલી અનેક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હતી. તપાસ દરમિયાન ટેલિગ્રામ ગ્રુપ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડાર્ક વેબ (Dark Web)પર કાર્યરત વિવિધ પ્લેટફોર્મની વિગતો મળી હતી.પોલીસ તપાસમાં અનેક ઓનલાઇન ગ્રુપ અને વેબસાઇટ મારફતે માદક પદાર્થોના વેચાણની જાહેરાતો તથા ગ્રાહકો સુધી પહોંચવાની પ્રવૃત્તિઓ જોવા મળી હતી.
ટેલિગ્રામ ગ્રુપમાં હજારો સભ્યો
FIRમાં ઉલ્લેખ કરાયેલા એક ટેલિગ્રામ ગ્રુપમાં 2,637 સભ્યો હોવાની વિગતો પણ સામે આવી છે. આ ગ્રુપ સહિત અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રતિબંધિત માદક પદાર્થોના વેચાણ અને પ્રચાર સંબંધિત માહિતી મળી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે અલગ-અલગ ઓનલાઇન પ્લેટફોર્મની વિગતો એકત્રિત કરીને તપાસના ભાગરૂપે ડિજિટલ પુરાવાઓ પણ મેળવ્યા છે. આ પુરાવાઓની ઓળખ અને ચકાસણી માટે ટેકનિકલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ મામલે 18 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં FIR નંબર 248/2026 નોંધવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 28 અને 29 તથા NDPS એક્ટની (NDPS Act)કલમ 8(C) સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
FIRમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગામીત દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ છે. હવે પોલીસ આ ઓનલાઇન નેટવર્ક સાથે સંકળાયેલા લોકો, તેના સંચાલકો અને ગેરકાયદે પ્રવૃત્તિઓની કડીઓ શોધવા તપાસ આગળ વધારી રહી છે. આ કાર્યવાહીથી ઓનલાઇન માધ્યમો મારફતે ચાલતા ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે પોલીસની નજર વધુ તેજ બની છે.
