Ahmedabad News/ અમદાવાદમાં ‘નો ડ્રગ્સ’ અભિયાન હેઠળ એક જ રાતમાં 4 NDPS કેસ, લાખોની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત

અમદાવાદ શહેરમાં યુવાનોને નશાની લતથી બચાવવા અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ પર લગામ લગાવવા પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ’ (No Drugs Campaign)અભિયાન હેઠળ કાર્યવાહી તેજ કરવામાં આવી છે

Gujarat Ahmedabad
અમદાવાદ શહેરમાં યુવાનોને નશાની લતથી બચાવવા અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ પર લગામ લગાવવા પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ’ (No Drugs Campaign)અભિયાન હેઠળ કાર્યવાહી તેજ કરવામાં આવી છે

Ahmedabad News : અમદાવાદ શહેરમાં યુવાનોને નશાની લતથી બચાવવા અને નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ પર લગામ લગાવવા પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ’ (No Drugs Campaign)અભિયાન હેઠળ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ઝોન-7 પોલીસ દ્વારા એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારોમાં દરોડા અને પેટ્રોલિંગ દરમિયાન NDPS એક્ટ હેઠળ કુલ 4 કેસ (NDPS Cases)નોંધવામાં આવ્યા છે. પોલીસે પ્રતિબંધિત કફ સિરપ અને ગાંજાનો જથ્થો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદમાં No Drugs Campaign હેઠળ પોલીસની મોટી કાર્યવાહી

અમદાવાદ પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-1)ની સૂચના મુજબ શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. ખાસ કરીને MD ડ્રગ્સના સપ્લાયર્સ અને પેડલર્સ સુધી પહોંચવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે.

આ સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર (ઝોન-7) શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ ખાસ NDPS ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં ઝોન-7ના LCB, M ડિવિઝન, N ડિવિઝન અને વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ સંયુક્ત રીતે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું.

પ્રતિબંધિત કફ સિરપની 549 બોટલ સહિત મોટો જથ્થો ઝડપાયો

આ કાર્યવાહી દરમિયાન આનંદનગર અને વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત કફ સિરપના (Banned Cough Syrup)બે કેસ મળી આવ્યા હતા. આનંદનગર પોલીસ સ્ટેશનના કેસમાં પાવન ભરતભાઈ સોની અને મહેબૂબ ઇબ્રાહીમભાઈ ખલીફાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી પ્રતિબંધિત કફ સિરપની 480 બોટલ મળી આવી હતી. પોલીસે આ કેસમાં ચાર મોબાઇલ ફોન, રોકડ રૂપિયા 17,600 અને એક સેન્ટ્રો કાર સહિત કુલ રૂ. 7,00,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બીજી તરફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇમરાન નજીર અહેમદ મન્સૂરીને પ્રતિબંધિત કફ સિરપની (Banned Cough Syrup)69 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં મોબાઇલ ફોન, ઓટો રિક્ષા, રોકડ અને કાર સહિત કુલ રૂ. 1,62,338.50નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

વેજલપુર અને વાસણામાં ગાંજાના બે કેસ નોંધાયા

ઝોન-7 પોલીસની કાર્યવાહી દરમિયાન ગાંજાના બે અલગ-અલગ કેસ પણ સામે આવ્યા હતા. વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરાબખાન ઉર્ફે મેહતાબખાન ઐયુબખાન પઠાણ પાસેથી 427 ગ્રામ ગાંજો (Ganja Seized)મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ. 21,350 હોવાનું જણાવાયું છે.

જ્યારે વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇરશાદઅલી ઉર્ફે શાહરુખ અસમતઅલી સૈયદને 97 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત રોકડ રૂપિયા 2,657 અને અન્ય સામગ્રી સહિત કુલ રૂ. 7,507નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એક જ રાતમાં ચાર કેસથી ડ્રગ્સ પેડલર્સમાં ફફડાટ

ઝોન-7 પોલીસ (Zone 7 Police)દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ડ્રાઇવમાં કુલ ચાર NDPS કેસ નોંધવામાં આવ્યા છે. પ્રતિબંધિત કફ સિરપની (Banned Cough Syrup)549 બોટલ અને ગાંજાનો કુલ 524 ગ્રામ જથ્થો (Ganja Seized)ઝડપાયો છે. ચારેય કેસમાં આરોપીઓ સામે NDPS એક્ટ (NDPS Cases)હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં યુવાનોને નશાથી દૂર રાખવા અને નશીલા પદાર્થોના ગેરકાયદે નેટવર્કને તોડવા માટે પોલીસનું (Ahmedabad Police)આ અભિયાન આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો: નશીલા પદાર્થો સામે કાર્યવાહી, પોલીસે 6.63 ગ્રામ બ્રાઉન હેરોઈન સાથે એક શખ્સની કરી ધરપકડ

આ પણ વાંચો: રાજ્યમાં નશીલા પદાર્થો ઘુસાડતા ઝડપાશે તેને આકરી સજા કરવામાં આવશે : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: ગુજરાતમાં નશીલા પદાર્થોથી આત્મહત્યાના ત્રણ વર્ષમાં 216 કેસ નોંધાયા