Ahmedabad News/ 2027ની ચૂંટણીની તૈયારીમાં ગુજરાત કોંગ્રેસ, સુરજેવાલાએ અમદાવાદમાં યોજી બેઠકો

Gujarat Congress: 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી, પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલાએ અમદાવાદમાં બે દિવસીય બેઠકો યોજી, સંગઠન મજબૂત કરવા પર ભાર

Gujarat Ahmedabad Breaking News
Gujarat Congress

Ahmedabad News: આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે (Gujarat Congress)તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલા બે દિવસીય પ્રવાસે અમદાવાદ આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેમણે રાજીવ ગાંધી ભવન ખાતે અલગ અલગ બેઠકો યોજી હતી.

Gujarat Congress : પોલિટિકલ અફેર્સ કમિટી સહિતના નેતાઓ સાથે બેઠક

Gujarat Congress
Gujarat Congress Surjewala Ahmedabad Meeting

બેઠકોમાં પોલિટિકલ અફેર્સ કમિટી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો (Former MLAs)તેમજ જિલ્લા, શહેર અને તાલુકા પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવી હતી. અલગ અલગ મુદ્દાઓ અને આગામી કાર્યક્રમોને લઈને રોડમેપ તૈયાર કરવાનું આયોજન પણ કરાયું હતું.

શહેર-જિલ્લા પ્રમુખો અને પૂર્વ ધારાસભ્યો સાથે ચર્ચા

Gujarat Congress

આજરોજ સૂરજેવાલાએ શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો સાથે પણ બેઠક યોજાઈ હતી. ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્તરે પક્ષની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આગામી સમયની રાજકીય રણનીતિ નક્કી કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે રોડમેપ

પ્રદેશ પ્રભારી રણદિપસિંહ સૂરજેવાલા(Randeep Singh Surjewala)એ જણાવ્યું હતું કે યુવાનો, મહિલાઓ, ગૃહિણીઓ અને ખેડૂતોના મુદ્દે વ્યાપક રોડમેપ તૈયાર કરવા માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થા પર દરરોજ અસર થઈ રહી છે, તેથી તેના માટે રોડમેપ તૈયાર કરી કામગીરી કરવી એ પક્ષની જવાબદારી છે. આ રોડમેપના આધારે આગામી સમયમાં કોંગ્રેસ (Congress)દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો :ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ: ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખોએ દિલ્હીમાં ખડગે સમક્ષ રજૂઆત કરી

આ પણ વાંચો :ગુજરાત કોંગ્રેસમાં ‘માસ્ટર સ્ટ્રોક’ની તૈયારી! સચિન પાયલટને સોંપાઈ શકે છે ગુજરાતની કમાન

આ પણ વાંચો :તંત્ર દ્વારા BLO ને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા