Gujarat News/ ગિરનાર રોપવેના ભાડામાં રૂ.100 નો વધારો કરતા ભક્તોને ફટકો

વર્ષ 2022 માં ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટનો ભાવ 700 રૂપિયા હતો

Top Stories Gujarat

Gujarat News : એકતરફ તમામ વસ્તુઓ મોઘી થઈ રહી છે ત્યારે ગિરનારની મુલાકાત લેનારાઓને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં ગિરનાર પર્વત પર જવા રોપ-વે ના ભાડામાં પણ વધારો કરાયો છે. દિવાળી પહેલા ગિરનાર રોપ વેના ભાડામાં 10 ટકા વધારો કરાયો છે. ગિરનાર પર્વત પર આવન જાવન માટે પહેલા 600 રૂપિયા ભાડું વસૂલાતું હતું. પરંતું 600 રૂપિયાને બદલે હવે પ્રવાસીઓએ રૂ.699 ચૂકવવા પડશે. ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડે ગિરનાર રોપ-વેનું ભાડું 10% વધાર્યું છે. વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ વે ઓથોરિટી દ્વારા કરાયો વધારો છે.

જોકે, જૂનાગઢના સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વર્ષ 2022 માં ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટનો ભાવ 700 રૂપિયા હતો. ગીરનાર રોપ વેની મુસાફરીમાં 13% GSTનો ઘટાડો થતા ટિકિટના ભાવ ઓછા કરાયા હતા. રોપ વેના આવન જાવન માટે 700 રૂપિયાની જગ્યાએ ભાવ ઘટાડીને 623 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યારે બે વર્ષ બાદ હવે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ૨૫ ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપ-વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેનો અત્યાર સુધીમાં લાખો પ્રવાસીઓએ રોપ-વેમાં સફર કરી ગુજરાતના સૌથી ઉંચા શિખર પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આમ, જૂનાગઢમાં રોપ-વેના લીધે સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળી રહ્યો છે. તેમજ રોપવે ના કારણે દર વર્ષે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૨.૩૨ કિમી અને રૂા.૧૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ગિરનાર રોપ-વે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તે એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. ૨.૩૨ કિ.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. રોપ-વે બનાવવામાં નિપૂણ ઉષા બ્રેકો કંપનીએ આ પ્રોજેકટનું નિર્માણ કર્યું છે. ૫૫૦૦ જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર કલાકનો સમય થતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મિનીટમાં પહોંચી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ચૂડાના કોરડા ગામે વીજળી પડતા યુવાનનું ઊંઘમાં જ મોત

આ પણ વાંચો:અમરેલીમાં ખેત મજુરો પર આભ ફાટ્યું, વીજળી પડતા 5 લોકોના મોત

આ પણ વાંચો:કુદરતનો અનોખો કહેર… વીજળી પડતા જ એક પુરુષની બંને પત્નીઓનાં મોત