Amreli News: અમરેલીના લાઠીમાં વરસાદ સાથે આંબરડી ગામમાં વીજળી પડી હતી. જેના કારણે 5 લોકોના મોત થયા છે. આંબરડી ગામમાં મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે. પ્રાથમિક માહિતી મુજબ કપાસની ખેતી કરીને પરત ફરી રહેલા પાંચ મજૂરોએ આકાશી દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે. જ્યારે ત્રણ લોકોને ગભરાટના કારણે ઢંસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ લોકો કપાસ વિણવા ગયા હતા અને ત્યાંથી તેઓ આવતા હતા. ત્યારે વીજળી પડી તો પાંચ લોકોના મોત થયા હતા. આ લોકોએ 108માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી.
મૃતકોના નામ
- ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા -ઉંમર 35 -ગામ આંબરડી
- શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા -ઉંમર 18 -ગામ આંબરડી
- રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા -7 વર્ષ બાળકી -ગામ આંબરડી
- રૂપાલીબેન દલસુખભાઈ -ઉંમર 8 વર્ષ બાળકી- ગામ આંબરડી
- રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા ઉંમર 5 ગામ આંબરડી
અમરેલી જિલ્લાના બગસરામાં આ વર્ષ ચોમાસાની સિઝનમાં 11.88 મિમી 47 ઈંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેતીના તમામ પાકોમાં નુકસાની થઈ છે. બગસરા પંથકમાં કુલ જમીન 29,895 હેકટર ખેતીની જમીન છે, જેમાં મગફળીનું 4,784 હેકટરમાં વાવેતર, કપાસનું 14,072 હેકટરમાં વાવેતર તેમજ સોયાબીનનું 6,524 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:ભારે વરસાદ અને વાવાઝોડાની વચ્ચે વીજળી પડી, આઠ લોકોના મોત
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરની ધજા પર વીજળી પડી, દ્રશ્યો કેમેરામાં કેદ
આ પણ વાંચો:દુબઈમાં ભારે વર્ષા બાદ વીજળી પડી, વીડિયો થયો વાયરલ