દારૂનું દુષણ/ હારીજ તાલુકામાં દેશી દારૂના અડ્ડાઓ પર સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 52 જેટલી હાટડીઓ પર રેડ

હારીજ તાલુકામાં દેશી દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો દેશીદારૂના દુષણને ડામવા હારીજ પોલીસ, પાટણ એલ સી બી, ચાણસ્મા પોલીસ, સમી પોલીસ, સયુંકત 6 જેટલી અલગ અલગ ટીમો…

Top Stories Gujarat
દેશી દારૂના અડ્ડાઓ

દેશી દારૂના અડ્ડાઓ: સમગ્ર રાજ્યમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ હારીજ તાલુકામાં ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી હોવાની અને બુટલેગરો દ્વારા દેશી દારૂ બનાવી તેનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

હારીજ તાલુકામાં દેશી દારૂનું ગેરકાયદે વેચાણ કરતા બુટલેગરો દેશીદારૂના દુષણને ડામવા હારીજ પોલીસ, પાટણ એલ સી બી, ચાણસ્મા પોલીસ, સમી પોલીસ, સયુંકત 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી હારીજ અને આજુબાજુના દેશીદારૂની 52 જેટલી હાટડીઓ પર રેડ કરી 14 બુટલેગરોને પકડી પાડી ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 14 જગ્યાઓ પર 52 લીટર એટલે અંદાજીત 1040 લીટરનો દેશી દારૂ તથા દારૂ ગાળવાનો વોશ 910 લીટર જપ્ત કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે દેશી દારૂ બનાવવામાં વપરાતો મુદ્દામાલ ખુબ જ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે ત્યારે આ પ્રકારના દેશી દારૂના વ્યસનથી યુવાધન બરબાદી તરફ જઈ રહ્યાં છે. બુટલેગરો દ્વારા જરૂરીયાત મુજબ સામાન્યથી લઈ વધુ નશો ચડે તે પ્રકારની અલગ-અલગ પ્રકારના દેશી દારૂ પણ બનાવવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અમુક દેશી દારૂની હાટડીઓ પર દેશી દારૂ સાથે બાઈટીંગ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું છે આમ હારીજ તાલુકામાં દેશી દારૂની હાટડીઓ ધમધમી જોવા મળી હતી.

આ પણ વાંચો: Maharashtra / ઔરંગાબાદ, ઉસ્માનાબા અને નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલાયું, ઉદ્ધવ ઠાકરેએ માંગી માફી

આ પણ વાંચો: Delhi / 1 ઓક્ટોબર 2022 થી 28 ફેબ્રુઆરી સુધી રાજધાનીમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ

આ પણ વાંચો: નવી દિલ્હી / ‘ગબ્બર સિંહ ટેક્સ’ બની ગયો ‘ગહસ્થી સર્વનાશ ટેક્સ’, રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન