તેલંગાણા ભાજપના પ્રમુખ અને સાંસદ બંડી સંજય કુમારને કોવિડ નિવારણ માટે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે અટકાયતમાં લીધા છે.રાજય સરકાર દ્વારા લાદવામાં આવેલા કોરોના નિયંત્રણોના ઉલ્લંઘનમાં ત સરકારના (GO) 317 વિરુદ્ધ રવિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી કરીમનગર ખાતે 10 કલાક માટે વિરોધ પ્રદર્શન કરવાની યોજના તેમની ઓફિસમાં બનાવી હતી. તે અતર્ગત તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમને કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.
કરીમનગરના પોલીસ કમિશ્નર સત્યનારાયણના જણાવ્યા અનુસાર, સંજય કુમારે રાજ્ય સરકારના આદેશ નંબર (GO) 317 વિરુદ્ધ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રવિવારે રાત્રે કરીમનગરમાં તેમની ઓફિસમાં વિરોધ પ્રદર્શન યોજવાનું આયોજન કર્યું હતું.
રાજ્ય સરકારનું (GO) 317 નોકરીઓની ફાળવણીમાં પ્રાદેશિક પ્રણાલીની રજૂઆત સાથે સંબંધિત છે, બંદી સંજયે આરોપ મૂક્યો હતો કે સરકારી આદેશ બદલીના સંદર્ભમાં શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓના હિતોને નુકસાન પહોંચાડશે. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી માટે કોઈ સત્તાવાર વિનંતી કરવામાં આવી ન હતી અને પક્ષના કાર્યકરોનું એકત્ર થવું એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કોરોનાના ફેલાવાને રોકવા માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા વિરુદ્ધ હતું.
જ્યારે બંડી સંજય કુમારે કહ્યું હતું કે કોવિડના નિયમોનું પાલન કરીને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનું હતું. તેમણે પૂછ્યું કે શા માટે શાસક ટીઆરએસ નેતાઓ માટે કોવિડના ધોરણો લાગુ કરવામાં આવ્યા નથી. તેલંગાણા બીજેપી અધ્યક્ષ સંજય કુમારને રાત્રે જ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઓફિસના દરવાજાને તાળાં તોડ્યા હતા, પોલીસે ગેસ કટરથી દરવાજો કાપી અંદર પ્રવેશ કર્યો હતો અને ધરપકડ કરી હતી. તેમની સાથે કેટલાક કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેઓને સોમવારે સવારે રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા, તેઓએ જામીનની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તેમના જામીન નામંજૂર કરી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
