અવસાન/ ‘ભારતીય બેંકિંગના ભીષ્મ પિતામહ’ N.Vaghulનું નિધન, આનંદ મહિન્દ્રાએ પાઠવી શ્રદ્ધાંજલિ

પીઢ બેન્કર એન. વાઘુલ (N.Vaghul)નું શનિવારે અવસાન થયું હતું. 88 વર્ષના એન. વાઘુલ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા.

Top Stories Business

પીઢ બેન્કર એન. વાઘુલ (N.Vaghul)નું શનિવારે અવસાન થયું હતું. 88 વર્ષના એન. વાઘુલ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. વાઘુલના નિધનથી વેપારી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ICICI બેંકનું બદલાયું ચિત્ર

વાઘુલ બેંકિંગ ઉદ્યોગમાં અનેક ટોચના હોદ્દા પર હતા. ICICI ને જાહેર ફાઇનાન્સ સંસ્થામાંથી ખાનગી ક્ષેત્રની બેંકમાં પરિવર્તિત કરવાનો શ્રેય તેમને જાય છે. તેઓ 1985 થી 11 વર્ષ સુધી ICICI બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. તેઓ 44 વર્ષની વયે 1981માં બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. જો કે, ટૂંક સમયમાં જ તેમને ICICI ના CMD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમને 2006માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં અધિકારી તરીકે કરી હતી.

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ વાઘુલને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમને ભારતીય બેંકિંગના ભીષ્મ પિતામહ તરીકે સંબોધ્યા. આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું છે. આનંદ મહિન્દ્રા આગળ લખે છે કે વાઘુલ ઘણા વર્ષો સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના બોર્ડના સભ્ય હતા. જ્યારથી મેં CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી તેઓ મને સારા અને ખરાબ સમયમાં તેમનો સાથ અને પ્રોત્સાહન બતાવી રહ્યા છે.

RBIના ગવર્નરે પણ શ્રદ્ધાંજલિ પાઠવી

RBIના ગવર્નર શક્તિકાંત દાસે પણ એન.વાઘુલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા. તેમણે ભારતના નાણાકીય ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત

આ પણ વાંચો:જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની પત્ની અનીતા ગોયલનું કેન્સરથી નિધન, મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા

આ પણ વાંચો:ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, હવે મુસાફરો કોઈપણ જગ્યાએથી જનરલ ટિકિટ બુક કરાવી શકશે

આ પણ વાંચો:શેરબજારમાં આજે તેજી સાથે થઈ શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં દેખાઈ મજબૂતાઈ