Amreli News: ઉપસરપંચના વાયરલ વીડિયો (Amreli Upsarpanch Viral Video) બાદ લાઠી તાલુકાના અડતાળા ગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીના વિવાદ મુદ્દે ગઈ કાલે થયેલા હિંસક હુમલાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઉપસરપંચ જીતુ વાળાનો હાથમાં રિવોલ્વર અને ધોકા સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Amreli Upsarpanch Viral Video : હત્યાના પ્રયાસની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં
લાઠી તાલુકાના (Lathi Taluka) અડતાળા ગામ (Adtala Village) ખાતે પાણી મુદ્દે તકરાર બાદ ધોકા વડે હુમલો થયો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે હત્યાના પ્રયાસની (Attempt To Murder) ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ગુનો દાખલ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને તપાસનો ધમધમાટ તેજ કરાયો. ગ્રામીણ વિસ્તારમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે તાત્કાલિક કડક પગલાં ભરાયાં છે.
IPS સહિતની ટીમોનું કોમ્બિંગ, કનેક્શનની ચકાસણી
IPS અધિકારી જયવીર ગઢવી (Jayveer Gadhvi), DySP, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG અને પીજીવીસીએલ (PGVCL) સહિતની ટીમો અડતાળા પહોંચી હતી. પોલીસના મોટા કાફલા સાથે આરોપીના ઘરે સઘન કોમ્બિંગ કરાયું હતું. ઘરના પાણી અને વીજ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની સ્થળ પર ઊંડાણપૂર્વક ચકાસણી થઈ રહી છે.
ગ્રામ પંચાયતમાં તપાસ, ગામમાં ચાંપતો બંદોબસ્ત
તપાસ ટીમોએ ગ્રામ પંચાયત (Gram Panchayat) કચેરીમાં પણ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ગામમાં ધામા નાખ્યા છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી ગ્રામજનોને સુરક્ષાની ખાતરી આપી છે.
ફરાર આરોપીની ધરપકડ માટે વિશેષ ટીમો
કોંગ્રેસ અગ્રણી અને ઉપસરપંચ જીતુ વાળા ફરાર હોવાનું જણાવાયું છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણને લઈ હિંસક હુમલો, એક યુવકનું કરૂણ મોત, એક ગંભીર રીતે ઘાયલ
આ પણ વાંચો: ભાભરના ગોસણ ગામના સરપંચ અને તેમના પરિવાર પર હિંસક હુમલો
આ પણ વાંચો: વિરમગામમાં લાંબી મુંછ રાખતા દલિત યુવક પર હિંસક હુમલો
