Junagadh News: જૂનાગઢમાં આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત્ પ્રારંભ થશે. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુખ-સુવિધા અને કાયદો-વ્યવસ્થા (Girnar Parikrama Security) જાળવવા માટે પોલીસ (Junagadh Police) તંત્ર દ્વારા કુલ 2,241 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત (2241 Security Personnel) બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર પરિક્રમા રૂટ અને શહેરની સુરક્ષા વ્યવસ્થાને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત મહત્ત્વના વિસ્તારોમાં ડ્રોન કેમેરા અને CCTV દ્વારા પણ નજર રાખવામાં આવશે.
આ સુરક્ષા બંદોબસ્તમાં 1 ASP, 6 DYSP, 29 PI, 83 PSI, 269 ASI/HC, 692 પોલીસ કોન્સ્ટેબલ, 92 SRP, 218 હોમગાર્ડ, 615 GRD, 67 SRD, 145 તાલીમાર્થી અને 24 SDRF જવાનો ફરજ બજાવશે.
Girnar Parikrama Security: પરિક્રમા રૂટને 10 ઝોનમાં વહેંચાયો
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પરિક્રમા રૂટ અને શહેરને ભવનાથ, માળવેલા, સિટી, નળપાણી ઘોડી, બોરદેવી, ગિરનાર, ઝીણાબાવાની મઢી, રૂપાયતન, પરબધામ અને ભેસાણ મોટરસાઇકલ પેટ્રોલિંગ ઝોન એમ કુલ 10 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે.
રાવટીઓમાં CCTV અને ડ્રોનથી નજર રખાશે
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, પરિક્રમાવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત પરિક્રમા રૂટની અંદર આવેલી રાવટીઓમાં CCTV કેમેરાની વ્યવસ્થા (CCTV Surveillance) કરવામાં આવી છે. આ ઉપરાંત મહત્ત્વના વિસ્તારોમાં ડ્રોન કેમેરા મારફતે (Drone Monitoring) પણ નજર રાખવામાં આવશે.
લાખો શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈને ગુનાહિત પ્રવૃત્તિ કરવા આવતા અસામાજિક તત્ત્વો પર નજર રાખવા સર્વેલન્સની પાંચ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આવી પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાનું પાલન કરવા શ્રદ્ધાળુઓને અપીલ
શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ નિયત સમયે જ પરિક્રમા શરૂ કરે અને નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરે. સાથે જ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અને સૂચનાઓનું પાલન કરે. ભવનાથ તળેટી તેમજ પરિક્રમા રૂટમાં આવેલા અન્નક્ષેત્ર અને ઉતારાના સંચાલકોને પણ પાસવાળા વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરવા જણાવાયું છે, જેથી પરિક્રમાવાસીઓના માર્ગમાં અવરોધ ઊભો ન થાય.
અજાણ્યા શખ્સો પાસેથી પ્રસાદીના નામે કોઈ પદાર્થ ન લેવા સૂચના
પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો વાયરલેસ કમ્યુનિકેશનની સુવિધા ધરાવતી પોલીસની 40થી વધુ રાવટીઓનો સંપર્ક કરવા જણાવાયું છે. અગાઉ કેફી પદાર્થ આપીને ઠગાઈના બનાવો બન્યા હોવાથી અજાણ્યા શખ્સો પાસેથી પ્રસાદીના નામે કોઈ પદાર્થ ન લેવા પણ અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત પરિક્રમા દરમિયાન સાથે આવતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવા તથા જરૂર પડે ત્યારે ફરજ પરના પોલીસ કર્મચારીઓની મદદ લેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ: 5થી 7 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
આ પણ વાંચો: પરિક્રમા રૂટ પર લાઈટો અને જનરેટરની સંખ્યા વધતા વન્યજીવોની શાંતિ સામે સવાલ
આ પણ વાંચો: ગીરનારની લીલીપરિક્રમા બંધ રહેતા પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા
