Rajasthan News : રાજસ્થાનમાં Rajasthan Panchayat Election Results 2026 ની મતગણતરી વચ્ચે અનેક જિલ્લાઓમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. જયપુરમાં કોંગ્રેસે શરૂઆતના પરિણામોમાં મજબૂત લીડ મેળવી છે, જ્યારે ભાજપ પાછળ જોવા મળી રહ્યો છે. જોકે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે અને અંતિમ પરિણામો આવતાં જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
Rajasthan : મતગણતરી ચાલુ
રાજસ્થાનમાં પંચાયત ચૂંટણી (Rajasthan Panchayat Election)માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. રાજ્યના જિલ્લા મુખ્યાલયો પર મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા પરિષદની 1,275 અને પંચાયત સમિતિની 7,543 બેઠકો માટે પરિણામો જાહેર થઈ રહ્યાં છે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ 1,403 જિલ્લા પરિષદ અને 8,245 પંચાયત સમિતિ (Panchayat Samiti Results)વોર્ડ માટે 27,872 ઉમેદવારો મેદાનમાં હતા.

73 બેઠકોના પરિણામ, કોંગ્રેસ આગળ
પંચાયત સમિતિના 8,245 વોર્ડમાંથી અત્યાર સુધી 73 બેઠકોના પરિણામ જાહેર થયા છે. કોંગ્રેસે 31 બેઠકો જીતીને આગળ છે, જ્યારે ભાજપે 29 બેઠકો (BJP Rajasthan)મેળવી છે. અપક્ષોએ 6, RLPએ 4, BAPએ 2 અને BSPએ 1 બેઠક જીતી છે. CPI(M) અને આમ આદમી પાર્ટીનું હજુ ખાતું ખુલ્યું નથી.
જયપુરમાં કોંગ્રેસનો દબદબો, ભાજપ પાછળ
જયપુર જિલ્લાની 22 પંચાયત સમિતિઓના (Panchayat Samiti Results) 386 વોર્ડમાં મતગણતરી ચાલી રહી છે. 115 વોર્ડના પરિણામોમાં કોંગ્રેસે 64 બેઠકો (Jaipur Congress)જીતી છે, જ્યારે ભાજપને 24 અને RLPને 21 બેઠકો મળી છે. અન્ય ઉમેદવારોએ 6 બેઠકો મેળવી છે. જિલ્લા પરિષદમાં પણ કોંગ્રેસે અત્યાર સુધી જાહેર થયેલી 9 બેઠકોમાંથી 7 જીતી છે. ભાજપ અને RLPએ એક-એક બેઠક મેળવી છે.
અન્ય જિલ્લાઓમાં પણ રસપ્રદ પરિણામો
સવાઈ માધોપુરના વઝીરપુરમાં કોંગ્રેસે 5, ભાજપે 2 અને અન્ય ઉમેદવારોએ બાકીની બેઠકો મેળવી છે. દૌસાની મહવા પંચાયત સમિતિમાં કોંગ્રેસે 10, ભાજપે 3 અને અપક્ષોએ 2 વોર્ડ જીત્યા છે. ડુંગરપુરમાં જાહેર થયેલા 6 જિલ્લા પરિષદ વોર્ડમાંથી કોંગ્રેસે 4, ભાજપે 1 અને BAPએ 1 બેઠક મેળવી છે. શ્રીમાધોપુરમાં કોંગ્રેસ 3, ભાજપ 2 અને RLP 1 બેઠક પર જીત્યું છે.
રાજ્યભરમાં મતગણતરી આગળ વધી રહી છે. શરૂઆતના પરિણામો કોંગ્રેસ માટે જયપુર સહિત કેટલાક વિસ્તારોમાં ઉત્સાહજનક છે, જ્યારે ભાજપ પણ અનેક પંચાયત સમિતિઓમાં (Panchayat Samiti Results) આગળ છે. અંતિમ પરિણામો જાહેર થયા બાદ જ રાજ્યની પંચાયત રાજની રાજકીય સ્થિતિનો સંપૂર્ણ અંદાજ આવશે.
આ પણ વાંચો: રાજસ્થાન પંચાયત ચૂંટણીમાં અનોખાં વચનો: કુંવારા યુવકો માટે દક્ષિણ આફ્રિકાથી વહુ લાવવાનો દાવો
આ પણ વાંચો: માયાવતીની પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, રાજસ્થાન પંચાયત ચૂંટણી પહેલા જ BSP નાં 6 MLA કોંગ્રેસ સાથે જોડાયા
આ પણ વાંચો: રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં મહિલાઓનો દબદબો, ભાજપે વધુ મહિલા ઉમેદવાર નેતાઓને આપી તક
