New Delhi News/ નેપાળના PM બાલેન્દ્ર શાહ દિલ્હી પહોંચ્યા, પીએમ બન્યા બાદ પહેલી ભારત મુલાકાત

બાલેન્દ્ર શાહ (Balendra Shah)નેપાળ એરલાઇન્સની ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા હતા

Top Stories India
નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ (Balendra Shah) ભારતની બે દિવસની રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે

New Delhi News : નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ (Balendra Shah) ભારતની બે દિવસની રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) આમંત્રણ પર ભારત આવેલા બાલેન્દ્ર શાહની માર્ચ 2026માં પદ સંભાળ્યા બાદ આ પ્રથમ ભારત મુલાકાત (India Visit)છે. પ્રધાનમંત્રી તરીકે તેમની આ પહેલી દ્વિપક્ષીય વિદેશ મુલાકાત પણ છે, જેને ભારત-નેપાળ સંબંધોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

બાલેન્દ્ર શાહ નેપાળ એરલાઇન્સની ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલે, વિદેશ મંત્રી શિશિર ખાનલ, પ્રધાનમંત્રીના મુખ્ય સલાહકાર કુમાર બ્યાંજંકર સહિત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.

પીએમ બન્યા બાદ પહેલી વિદેશ મુલાકાત

માર્ચ 2026માં નેપાળના પ્રધાનમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ બાલેન્દ્ર શાહની (Balendra Shah)આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ મુલાકાત છે. ભારતની બે દિવસની રાજ્ય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો, સહકાર અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

ભારત-નેપાળ સંબંધો પર નજર

ભારત અને નેપાળ વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક અને ભૌગોલિક સંબંધો રહ્યા છે. બાલેન્દ્ર શાહની (Balendra Shah)આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. હવે આ મુલાકાત દરમિયાન બંને દેશોના નેતૃત્વ વચ્ચે થનારી ચર્ચા અને સંભવિત નિર્ણયો પર સૌની નજર રહેશે.

રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી સાથે મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા

નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહની (Balendra Shah) ભારત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે.

23 નવેમ્બરના રોજ બાલેન્દ્ર શાહ (Balendra Shah) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોના તમામ મહત્વપૂર્ણ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશો સામે રહેલા પડકારો અને સહિયારી ચિંતાઓ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.

પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક અને સત્તાવાર ભોજન સમારંભ

નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયે શુક્રવારે પત્રકારો સાથેની વાતચીતમાં મુલાકાતના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સોમવારે બંને દેશોના પ્રધાનમંત્રીઓની પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાશે, જેમાં પરસ્પર પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

બેઠક બાદ બંને નેતાઓ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ અને તેમની સાથે આવેલા 34 સભ્યોના સરકારી પ્રતિનિધિમંડળના સન્માનમાં સત્તાવાર ભોજન સમારંભનું આયોજન કરશે.

કનેક્ટિવિટી અને ઊર્જા ક્ષેત્રના પ્રોજેક્ટ્સને વેગ

મુલાકાત દરમિયાન ભારત અને નેપાળ વચ્ચે કનેક્ટિવિટી તથા ઊર્જા સહયોગ સાથે જોડાયેલી પૂર્ણ થયેલી કેટલીક યોજનાઓનું સંયુક્ત ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત, ભવિષ્યમાં હાથ ધરાનારા નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ બંને દેશોના નેતાઓ કરશે.

આર્થિક ભાગીદારીને આગળ વધારવા માટે વેપાર, વાણિજ્ય, રોકાણ, પરિવહન અને માળખાકીય વિકાસ જેવા મુદ્દાઓ બેઠકના કેન્દ્રમાં રહેશે. બંને દેશો શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન અને માનવ સંસાધન વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે વિવિધ સમજૂતી કરારો (MoU)નું પણ આદાનપ્રદાન કરશે.

ભારત-નેપાળના ઐતિહાસિક સંબંધો પર ભાર

વિદેશ મંત્રાલયે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાના વારસાથી જોડાયેલા ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધો ગણાવ્યા છે. બંને દેશો વચ્ચે લોકોના પરસ્પર સંપર્ક અને સામાજિક જોડાણ પણ લાંબા સમયથી સંબંધોની મજબૂત કડી રહ્યા છે.

છેલ્લાં વર્ષોમાં વેપાર, વિકાસ સહયોગ, ઊર્જા, જળ સંસાધનો અને ભૌતિક તેમજ ડિજિટલ કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વિસ્તર્યો છે. બાલેન્દ્ર શાહની ભારત મુલાકાત દરમિયાન આ ભાગીદારીને વધુ આગળ લઈ જવા અને નવા સહયોગના માર્ગો ખોલવા પર ભાર મૂકવામાં આવશે.


આ પણ વાંચો: નેપાળના પીએમ બાલેન શાહની કેબિનેટમાં ભારતનો દબદબો, ત્રીજા ભાગના મંત્રીઓ ભારતમાં ભણ્યા છે; જાણો લિસ્ટ

આ પણ વાંચો: ભ્રષ્ટાચારના આરોપો બાદ નેપાળના ગૃહ મંત્રીનું રાજીનામું, વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી

આ પણ વાંચો: સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વચગાળાના વડાપ્રધાન બન્યા,રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા