Uttarpradesh News : ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને (UP Election 2027)લઈને રાજકીય તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી (Samajwadi Party)એ ઇન્ડિયા એલાયન્સમાં બેઠકોની વહેંચણી અંગે કોંગ્રેસ સાથે વાટાઘાટો કરવા માટે ચાર નેતાઓની વિશેષ સમિતિની રચના કરી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav)આ સમિતિની જવાબદારી રાષ્ટ્રીય મહાસચિવ રામ ગોપાલ યાદવને સોંપી છે.
કોંગ્રેસ સાથે સીટ શેરિંગ પર ચર્ચા
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party)વચ્ચે બેઠક વહેંચણીને લઈને સોમવારથી ચર્ચા શરૂ થવાની છે. આ વાટાઘાટો માટે સપાએ ચાર સભ્યોની સમિતિ બનાવી છે, જે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકોની સંખ્યા અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ચાર સભ્યોની સમિતિમાં કોણ?
અખિલેશ યાદવ (Akhilesh Yadav)દ્વારા રચવામાં આવેલી આ સમિતિમાં ચાર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
રામ ગોપાલ યાદવ – સમિતિના અધ્યક્ષ
-
શ્યામ લાલ પાલ – સપા પ્રદેશ પ્રમુખ
-
રાજીવ રાય – સાંસદ
-
ઇકરા હસન ચૌધરી – સાંસદ
સમિતિ કોંગ્રેસ સાથે બેઠક વહેંચણી અંગે ચર્ચા કરીને ગઠબંધનની આગળની રણનીતિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
2027ની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ
ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને (UP Election 2027) ધ્યાનમાં રાખીને સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને મજબૂત બનાવવાની કવાયત શરૂ થઈ છે. બેઠક વહેંચણી અંગેની ચર્ચા બંને પક્ષો વચ્ચે ચૂંટણીની રણનીતિ અને સંકલન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે બંને પક્ષો વચ્ચે થનારી વાટાઘાટો પર રાજકીય વર્તુળોની નજર રહેશે.
