America News/ મોબાઇલની સેટિંગ ઠીક કરવાના બહાને યુવતીની અંગત તસવીરો ચોરી, અમેરિકામાં ભારતીય મૂળનો યુવક ICEની કસ્ટડીમાં

Indian Man ICE Custody: અમેરિકાના ટેક્સાસમાં મોબાઇલની સેટિંગ ઠીક કરવાના બહાને યુવતીની અંગત તસવીરો અને વીડિયો ચોરવાના કેસમાં ભારતીય મૂળના રાહુલ આનંદકૃષ્ણનને દોષિત ઠેરવવામાં આવ્યો છે. હાલ તે ICEની કસ્ટડીમાં છે.

Top Stories India
Indian Man ICE Custody: અમેરિકામાં યુવતીની અંગત તસવીરો ચોરવાના કેસમાં ભારતીય મૂળનો 1 યુવક કસ્ટડીમાં

America News: અમેરિકામાં મોબાઇલની નેટવર્ક સેટિંગ ઠીક કરવાના બહાને યુવતીની અંગત તસવીરો અને વીડિયો ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. ટેક્સાસના ઓસ્ટિનમાં બનેલી આ ઘટનામાં ભારતીય મૂળના રાહુલ આનંદકૃષ્ણનને દોષિત ઠેરવવામાં આવ્યો છે. હવે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ તેને કસ્ટડીમાં લીધો (Indian Man ICE Custody) છે.

Indian Man ICE Custody: મોબાઇલ તપાસવાના બહાને અંગત તસવીરો ટ્રાન્સફર કરી

મળતી માહિતી મુજબ, ટેક્સાસના કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલા ટોટલ વાયરલેસ સ્ટોરમાં આ ઘટના બની હતી. યુવતી પોતાના મોબાઇલની નેટવર્ક સેટિંગ ઠીક કરાવવા સ્ટોર પર ગઈ હતી. આ દરમિયાન ત્યાં કામ કરતા કર્મચારીએ મોબાઇલ તપાસવાના બહાને લીધો હતો.

આરોપ છે કે કર્મચારી મોબાઇલને દુકાનની પાછળ લઈ ગયો હતો અને એક એપ્લિકેશનની મદદથી યુવતીની અંગત તસવીરો અને વીડિયો તેની મંજૂરી વગર પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કરી લીધા (Mobile Phone Privacy) હતા. એટલું જ નહીં, યુવતીની પરવાનગી વિના તેના સ્નેપચેટ એકાઉન્ટમાં પણ લોગિન કર્યું (Snapchat Unauthorized Access) હતું.

યુવતીને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી

મોબાઇલ પરત મળ્યા બાદ યુવતીને પોતાની અંગત તસવીરોની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેણે પોલીસને બોલાવી ફરિયાદ નોંધાવી હતી. ઓસ્ટિન પોલીસને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

દોષિત ઠર્યા બાદ ICEની કસ્ટડીમાં

આ મામલે ભારતીય મૂળના રાહુલ આનંદકૃષ્ણનને મંજૂરી વગર વાંધાજનક તસવીરો અને વીડિયો મેળવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ICEના જણાવ્યા અનુસાર, તે કાઉન્ટી જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. હવે ઇમિગ્રેશન કોર્ટની કાર્યવાહી પૂર્ણ (Immigration Enforcement) થાય ત્યાં સુધી તેને ICEની કસ્ટડીમાં રાખવામાં આવશે.


આ પણ વાંચો: હેકર્સે ફિલ્મ નિર્માતાની ઇન્ટીમેટ તસવીરો લીક કરી, અંગત લેપટોપની ચોરી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો

આ પણ વાંચો: નવરાત્રિમાં ગરબાના વીડિયો સાથે છેડછાડ, મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ

આ પણ વાંચો: પોતાની રૂમમેટની સગાઈ તોડવા યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બનાવ્યું ફેક એકાઉન્ટ, હાઈકોર્ટે ફટકાર્યો દંડ