Gujarat News/ ગોધરા ટ્રેનકાંડ: દોષિત ઈરફાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી જામીન આપ્યા

ગોધરા ટ્રેનકાંડ કેસમાં (Godhra Train Case)આજીવન કેદની સજા ભોગવી રહેલા ઈરફાન સિરાજ પાડાને (Irfan Siraj Pada)સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર રાહત આપી છે

Gujarat
ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં (Godhra Train Case)આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Cour)મોટી રાહત મળી છે

Gujarat News : ગોધરા ટ્રેનકાંડ કેસમાં (Godhra Train Case)આજીવન કેદની સજા ભોગવી રહેલા ઈરફાન સિરાજ પાડાને (Irfan Siraj Pada)સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર રાહત આપી છે. ગંભીર હૃદયરોગથી પીડિત હોવાની રજૂઆત બાદ 23 નવેમ્બરે કોર્ટે તેની સજા સસ્પેન્ડ કરીને જામીન મંજૂર કર્યા હતા. ગુજરાત સરકારે પણ તબીબી આધાર પર રાહત આપવા સામે વાંધો ન હોવાનું જણાવ્યું હતું.

ગંભીર હૃદયરોગના આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી

ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં (Godhra Train Case)આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Cour)મોટી રાહત મળી છે. 23 નવેમ્બર, 2026ના રોજ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે તેની અરજી પર સુનાવણી કરી હતી.

ઈરફાનના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તે ગંભીર હૃદયરોગથી પીડિત છે અને છેલ્લા 17થી 18 વર્ષથી જેલમાં બંધ છે. તેની નાજુક તબીબી સ્થિતિને ધ્યાનમાં રાખીને આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી જામીન આપવા માગ કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે પણ વાંધો ન હોવાનું જણાવ્યું

સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી હાજર રહેલાં વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે દોષિતની તબીબી સ્થિતિ સંબંધિત વિગતો સ્વીકારી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે જો તબીબી કારણોને આધારે રાહત આપવામાં આવે તો રાજ્ય સરકારને કોઈ વાંધો નથી.

જોકે, સરકારે આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી જ મર્યાદિત રાખવાની વિનંતી કરી હતી. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે અરજી મુખ્યત્વે તબીબી આધાર પર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ બીમારી સંબંધિત હકીકતોનો સ્વીકાર કર્યો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કોર્ટે ઈરફાનની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી જામીન મંજૂર કર્યા હતા.

અગાઉ પણ મળી હતી વચગાળાની રાહત

ઈરફાન સિરાજ પાડાને (Irfan Siraj Pada)અગાઉ પણ રાહત મળી હતી. વર્ષ 2025માં તેની વહેલી મુક્તિ એટલે કે પ્રીમેચ્યોર રિલીઝની અરજી પર રાજ્ય સરકાર વિચારણા કરે તે હેતુથી તેને વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા.

જોકે, આ વખતે સુપ્રીમ કોર્ટે ગંભીર હૃદયરોગ અને લાંબા સમયથી જેલમાં હોવાની બાબતોને ધ્યાનમાં રાખીને સજા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ રાહત તબીબી કારણોના આધારે આપવામાં આવી છે.

શું હતો 27 ફેબ્રુઆરી, 2002નો ગોધરા ટ્રેનકાંડ?

27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં ગોધરા રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી. આ ઘટનામાં 58 કારસેવકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ગુજરાતમાં મોટા પાયે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.

આ કેસમાં માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાં 11 આરોપીઓને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 63 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં (Life Imprisonment)ફેરવી દીધી હતી. આ કેસમાં દોષિતોની અપીલ વર્ષ 2018થી સુપ્રીમ કોર્ટમાં (Supreme Cour)પેન્ડિંગ છે. અગાઉ મે 2022, ડિસેમ્બર 2022 અને એપ્રિલ 2023માં પણ સુપ્રીમ કોર્ટે આ કેસના અન્ય કેટલાક દોષિતોને જામીન આપ્યા હતા.


આ પણ વાંચો: 2002 ગોધરાકાંડ મામલો, આરોપી યાકુબ પાતળીયાને આજીવન કેદની સજા ફટકારાઇ

આ પણ વાંચો: ગોધરાકાંડના મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

આ પણ વાંચો: ગોધરાકાંડ : 19 વર્ષ બાદ ગુજરાત હાઈકોર્ટે ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા, ન્યાયની જીત