haryana news/ 54 રનમાં ગોવાની ટીમ ઓલઆઉટ! બરોડાની મહિલા બોલરોએ 95 રને મેદાન માર્યું

Baroda Women Cricket: વિમેન્સ અંડર-23 T-20 ટ્રોફીમાં બરોડાની મહિલા ટીમે ગોવાને 95 રને હરાવી શાનદાર જીત મેળવી. બરોડાના 149 રનના જવાબમાં ગોવાની ટીમ માત્ર 54 રનમાં ઓલઆઉટ થઈ હતી.

Top Stories India
Baroda Women Cricket: બરોડાની મહિલા ટીમનો ધમાકેદાર વિજય, 95 રને ગોવાને આપી કારમી હાર

Haryana News: વિમેન્સ અંડર-23 T-20 ટ્રોફી (Women’s U23 T20 Trophy) એલિટ સ્પર્ધામાં બરોડાની મહિલા ક્રિકેટ (Baroda Women Cricket) ટીમે ગોવા સામે શાનદાર પ્રદર્શન કરીને 95 રનથી મોટી જીત નોંધાવી છે. 21 નવેમ્બરના રોજ રોહતકના લાહલી ખાતે રમાયેલી ગ્રુપ-Bની મેચમાં બરોડાની બોલરોએ ગોવાની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી દીધી હતી. બરોડાના 149 રનના લક્ષ્યાંક સામે ગોવાની આખી ટીમ માત્ર 54 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Baroda Women Cricket: મેશ્વી પોકરની શાનદાર બેટિંગ

મેચમાં ટોસ જીતીને બરોડાની ટીમે (Baroda Cricket Team) પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. બરોડા તરફથી મેશ્વી પોકરે 41 બોલમાં 47 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે ગોવા તરફથી તાનિયા નાયક અને આરાધના સરોજે બે-બે વિકેટ ઝડપી (Women’s Cricket) હતી.

બરોડાની બોલિંગ સામે ગોવાના બેટરો નિષ્ફળ

150 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગોવાની ટીમ બરોડાની બોલિંગ સામે ટકી શકી નહોતી. ગોવાની ટીમ 19.5 ઓવરમાં માત્ર 54 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ગોવા તરફથી તાન્યા નાયકે 20 બોલમાં સૌથી વધુ 13 રન બનાવ્યા હતા.

બરોડા તરફથી નૃપા વ્યાસ અને નિષ્ઠા ખટીકે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્નેહા બારૈયા અને હેત્વી પટેલે બે-બે વિકેટ મેળવીને ગોવાની બેટિંગનો ધબડકો બોલાવ્યો હતો.

12 પોઇન્ટ સાથે બરોડા ત્રીજા સ્થાને

આ શાનદાર જીત સાથે બરોડાની ટીમે ગ્રુપ-Bમાં અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી ત્રણમાં વિજય મેળવ્યો છે. ટીમ 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આ સ્પર્ધાની ફાઇનલ મેચ આગામી 1 ડિસેમ્બરના રોજ રાંચી ખાતે રમાશે.


આ પણ વાંચો: હર્ષ દુબેનો રણજી ટ્રોફીમાં તરખાટ! એક જ ઇનિંગમાં 9 વિકેટ ઝડપી, મધ્યપ્રદેશ 209 રનમાં ઓલઆઉટ

આ પણ વાંચો: ભારત વિ. સાઉથ આફ્રિકા ટક્કર live…. ભારત 188 રનના ટાર્ગેટ સામે 111માં ઓલઆઉટ થતાં 76 રને હાર્યું

આ પણ વાંચો: આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં ભારત પાક. સામે 247 રનમાં ઓલઆઉટ