Punjab News : પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. વર્ષ 2020માં અલગ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal) ફરી એકસાથે (BJP Akali Dal Alliance)આવી શકે છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો વચ્ચે આજે (24 નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)અને અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સંયુક્ત પત્રકાર પરિષદ યોજવાના છે.
બપોરે 1 વાગ્યે દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં યોજાનારી આ પત્રકાર પરિષદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન (Nitin Nabin)પણ હાજર રહેશે. આ બેઠકમાં 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને ગઠબંધનની મોટી જાહેરાત થઈ શકે છે. જોકે, સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી ગઠબંધનને અંતિમ માનવું યોગ્ય નથી.
6 વર્ષ જૂનો વિવાદ ભૂલી ફરી સાથે આવશે ભાજપ-અકાલી દળ?
ભાજપ અને શિરોમણી અકાલી દળ (Shiromani Akali Dal)વચ્ચે લાંબા સમય સુધી રાજકીય ગઠબંધન (BJP Akali Dal Alliance)રહ્યું હતું. બંને પક્ષોએ અનેક લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ સાથે મળીને લડી હતી. જોકે, સપ્ટેમ્બર 2020માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ સર્જાયા હતા.
ખેડૂતોના આંદોલન વચ્ચે અકાલી દળે ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું. ત્યારબાદ મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લીધા હતા. હવે લગભગ છ વર્ષ બાદ બંને પક્ષો ફરી રાજકીય સમજૂતી તરફ આગળ વધી રહ્યા હોવાની ચર્ચા છે.
અમિત શાહના નિવેદનથી ગઠબંધનની અટકળો તેજ
ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરી ગઠબંધન થવાની ચર્ચાઓને સૌથી વધુ વેગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનથી મળ્યો હતો. અમિત શાહે તાજેતરમાં પંજાબમાં NDAની સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ નિવેદન બાદ બંને પક્ષો વચ્ચે બેઠકો અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. બીજી તરફ, સુખબીર સિંહ બાદલે પણ ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓને નકારી નહોતી. હવે આજની સંયુક્ત પત્રકાર પરિષદ પર સૌની નજર છે.
2022ની ચૂંટણીમાં બંને પક્ષોની કારમી હાર
વર્ષ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી બંને પક્ષોએ અલગ-અલગ લડી હતી. આ ચૂંટણીમાં અકાલી દળને (Shiromani Akali Dal)માત્ર 3 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને માત્ર 2 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો.
તેની સરખામણીમાં 2017ની ચૂંટણીમાં બંને પક્ષો સાથે હતા. ત્યારે અકાલી દળે 15 અને ભાજપે 3 બેઠકો જીતી હતી. આ આંકડા બંને પક્ષો માટે ફરી સાથે આવવાની રાજકીય જરૂરિયાત દર્શાવે છે.
2027ની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસ માટે પડકાર?
2024ની લોકસભા ચૂંટણીમાં પણ બંને પક્ષો અલગ રહ્યા હતા. આ ચૂંટણીમાં અકાલી દળને પંજાબમાં માત્ર એક બેઠક મળી હતી, જ્યારે ભાજપ પોતાનું ખાતું પણ ખોલી શક્યું નહોતું.
હવે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં બંને પક્ષો ફરી એક મંચ પર આવે તો પંજાબનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. જોકે, બેઠકોની વહેંચણી, નેતૃત્વ અને ખેડૂતોના મુદ્દે મતદારોનો પ્રતિભાવ બંને પક્ષો માટે મહત્ત્વનો રહેશે. આજે અમિત શાહ (Amit Shah)અને સુખબીર બાદલની (Sukhbir Singh Bada)પત્રકાર પરિષદમાં ગઠબંધન અંગે શું નિર્ણય જાહેર થાય છે તેના પર પંજાબના રાજકારણની આગામી દિશા નક્કી થઈ શકે છે.
આ પણ વાંચો: વિધાનસભાની 13 બેઠકો પરની ચૂંટણીમાં રસાકસી, પંજાબમાં આપ નેતા અને બંગાળમાં TMCની જીત
આ પણ વાંચો: વિધાનસભા પેટાચૂંટણીમાં આજે 7 રાજ્યમોમાં થશે મતદાન, પંજાબ અને બિહારમાં મહત્વનો મુકાબલો
આ પણ વાંચો: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે AAP એ જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી
