Surendranagar News/ સુરેન્દ્રનગરના પાટડી હાઇવે પર જાતિ-ધર્મના સ્ટીકર લગાવતાં વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી

patdi : સુરેન્દ્રનગરના પાટડી હાઇવે પર ટ્રાફિક પોલીસે જાતિ-ધર્મના સ્ટીકર લગાવતાં વાહનો સામે ચેકિંગ કર્યું, 11 વાહનો ડિટેઈન, 20 સામે NC કેસ, રૂ. 10 હજારનો દંડ વસૂલાયો

Gujarat Others Breaking News
patdi

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી હાઇવે પર ટ્રાફિક પોલીસે જાતિ-ધર્મના સ્ટીકર લગાવીને ફરતાં વાહનો સામે લાલ આંખ કરી છે. ચેકિંગ દરમિયાન પોલીસે 11 વાહનો ડિટેઈન કર્યાં હતાં, જ્યારે 20 વાહનચાલકો સામે એનસી કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં વાહનચાલકો પાસેથી કુલ રૂ. 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.

Patdi હાઇવે પર ચેકિંગ ઝુંબેશ

ટ્રાફિક પોલીસે પાટડી હાઇવે પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જાતિ અને ધર્મના સ્ટીકર લગાવેલાં વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જ વાહનો પરથી આવા સ્ટીકરો દૂર કરાવ્યાં હતાં.

11 વાહનો ડિટેઈન, 20 સામે NC કેસ

ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતાં 11 વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત 20 વાહનચાલકો વિરુદ્ધ એનસી કેસ દાખલ કરાયા છે. વાહનચાલકો પાસેથી રૂ. 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે. પોલીસે નવા મોટર વ્હીકલ નિયમો(Motor Vehicle Rules)નો ચુસ્ત અમલ કરાવવા માટે આ કાર્યવાહી કરી હોવાનું જણાવાયું છે. આવા સ્ટીકરોથી સામાજિક સૌહાર્દ જોખમાવાની શક્યતા રહે છે, તેથી તેના સામે કડક વલણ અપનાવાયું છે.

અન્ય માર્ગો પર પણ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે

પાટડી હાઇવે ઉપરાંત જિલ્લાના અન્ય મુખ્ય માર્ગો પર પણ ચેકિંગ ઝુંબેશ (Checking Drive)ચાલુ રહેશે, એમ પોલીસ તરફથી જણાવાયું છે. વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને વાહન પર આવા સ્ટીકરો ન લગાવવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં બે દિવસમાં 152 વીજચોરી ઝડપાઈ, PGVCLનું સઘન ચેકિંગ ચાલુ

આ પણ વાંચો: અમદાવાદના ઓઢવમાં ઘરે પાર્ક કારનો રસ્તા પર ચેકિંગનો મેમો? PSI સામે ખોટો મેમો બનાવ્યાનો આક્ષેપ, CCTV તપાસની માગ

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલમાં ABVPનું ચેકિંગ, વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો