Rajkot News/ રાજકોટના જંગલેશ્વર ખર્ચકાંડમાં 3 અધિકારીઓ સામે કાર્યવાહી: એક સસ્પેન્ડ, બે સામે તપાસ

રાજકોટના જંગલેશ્વર ખર્ચકાંડમાં (Jangleshwar Expense Scam) ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા સસ્પેન્ડ, બે સામે ખાતાકીય તપાસ થશે.

Top Stories Gujarat Rajkot Breaking News
Jangleshwar Expense Scam: એક અધિકારી સસ્પેન્ડ, બે સામે તપાસના આદેશ

Rajkot News: રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશન દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા રૂ.2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ મામલે (Jangleshwar Expense Scam) આખરે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખર્ચમાં ગેરરીતિ અને મોટા બિલ બનાવવાના આક્ષેપો વચ્ચે મનપાના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી મનપાના વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

Jangleshwar Expense Scam: સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા સસ્પેન્ડ

જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અંગે તપાસ બાદ મનપાએ પગલાં લીધાં છે. સાંસ્કૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે આરોગ્ય અધિકારી જયેશ વાંકાણી અને સ્ટોર ઇન્ચાર્જ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રૂ.2.73 કરોડના ખર્ચમાં અનેક બિલો ચર્ચામાં

જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા રૂ.2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને સોંપવામાં આવ્યો હતો. આ ખર્ચમાં ખાણીપીણીનાં લાખો રૂપિયાનાં બિલ, વીડિયો શૂટિંગ અને ડ્રોનનાં બિલ ચર્ચામાં રહ્યાં હતાં. આ ઉપરાંત પાણીની બોટલો પાછળ થયેલો રૂ.22 લાખનો ખર્ચ પણ અગાઉ ચર્ચાનો વિષય બન્યો હતો.

રિપોર્ટ રજૂ થયા બાદ કમિશનર રજા પર ઉતરી જતાં મનપાના વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા હતા. હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ થતાં અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

મનપાના જનરલ બોર્ડમાં કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો

તાજેતરમાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં પણ જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના નગરસેવકોએ ડિમોલિશનની કામગીરી અને શહેરના અન્ય વિસ્તારોમાં રહેલાં દબાણોના મુદ્દે શાસક પક્ષ તથા તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ બેનરો અને પોસ્ટરો દર્શાવીને કમિશનર તુષાર સુમેરા સામે વિરોધ નોંધાવ્યો હતો.

Jangleshwar Expense Scam: એક અધિકારી સસ્પેન્ડ, બે સામે તપાસના આદેશ
Jangleshwar Expense Scam: એક અધિકારી સસ્પેન્ડ, બે સામે તપાસના આદેશ

આ હોબાળા અંગે ભાજપના નગરસેવક ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે દરેક જનરલ બોર્ડમાં વારંવાર પ્રશ્નો પૂછીને વિરોધ ઊભો કરે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટીપી રોડ ખુલ્લો કરવા અને આજી નદીનો પટ સંપૂર્ણપણે ખુલ્લો કરવાના વહીવટી હેતુથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આ પણ વાંચો: જંગલેશ્વર ડિમોલિશનમાં બિલોનો ખેલ? 10 કિમી માટે રૂ.6.69 લાખ ખર્ચાયા, 40 દિવસથી તપાસ સમિતિ બેફામ

આ પણ વાંચો: અહો આશ્ચર્યમ્! જંગલેશ્વર ડિમોલેશનમાં 4055 લીટર ડીઝલનો ‘ધુમાડો’, ડિમોલેશન પાછળ અધધ… રૂપિયા 1.47 કરોડનો ખર્ચ!

આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મામલે વિવાદ, 4 કરોડથી વધુ ખર્ચનો દાવો સામે મનપાના આંકડા પર સવાલ