Surat News/ સુરતમાં 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, લાખોના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડાયા

સુરત SOGએ પાંડેસરાના ફ્લેટમાં દરોડો પાડીને 140.390 કિલો ગાંજો (Surat Ganja Case) અને મોબાઈલ સહિત રૂ.70.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બે આરોપીઓની ધરપકડ.

Gujarat Top Stories Surat Breaking News
Surat Ganja Case: 140 કિલો ગાંજા સાથે 2 આરોપી ઝડપાયા

Surat News: સુરત શહેરમાં પોલીસના ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી (Surat Ganja Case) કાર્યવાહી કરી છે. પાંડેસરા-ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે 140.390 કિલોગ્રામ ગાંજો (140 Kg Ganja) જપ્ત કર્યો છે. ગાંજો અને મોબાઇલ સહિત કુલ રૂ.70.44 લાખનો મુદ્દામાલ કબજે (Surat Ganja Seizure) કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2022થી 2026 દરમિયાન સુરત શહેરમાં પકડાયેલો આ છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો ગાંજાનો કેસ છે.

Surat Ganja Case: ફ્લેટમાં દરોડો પાડી 140 કિલોથી વધુ ગાંજો જપ્ત

SOGની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંડેસરા-ભેસ્તાન વિસ્તારની પ્રમુખપાર્ક સોસાયટીના સત્યમ ટાવર-એફના ફ્લેટ નંબર 02માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે રૂ.70,19,500ની કિંમતનો 140.390 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત રૂ.25,000ની કિંમતનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, કુલ રૂ.70,44,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના 26 વર્ષીય યુવકની ધરપકડ

આ કેસમાં પોલીસે મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની અને કેબલ નેટવર્કનો ધંધો કરતા 26 વર્ષીય રોહિત છોટુભાઈ કામળેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક ગાંજાનું વેચાણ કરવાનો હતો.

વોન્ટેડ આરોપીઓમાંથી સન્ની પણ ઝડપાયો

આ ગુનામાં સન્ની, દીપક અને વિશાલ નામના ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી સન્નીને પોલીસે વહેલી સવારે ઝડપી (SOG Raid) લીધો છે. જ્યારે અન્ય બે આરોપીઓ દીપક અને વિશાલને પકડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ગાંજાના નેટવર્ક સામે કાર્યવાહી, એકસાથે પાંચ સ્થળોએ દરોડા કરી છ આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંજાના આરોપીઓ સામે તંત્રની કાર્યવાહી, સરકારી જમીન પરનાં મકાનો તોડી પડાયાં

આ પણ વાંચો: જામનગરમાં ‘નો ડ્રગ્સ’ અભિયાન હેઠળ કાર્યવાહી, મોટી ખાવડીમાંથી ગાંજા સાથે સિક્કાનો શખ્સ ઝડપાયો