Gandhinagar News/ ગાંધીનગરના શાહપુરમાં શ્રમિક યુવકની હત્યા! સાથીદાર જ નીકળ્યો હત્યારો

ગાંધીનગરના શાહપુર ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમિક યુવકની હત્યાના કેસમાં (Shahpur Murder Case) ડભોડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શ્યામલ બાગડીની ધરપકડ કરી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમિક યુવકની હત્યાના કેસમાં ડભોડા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી શ્યામલ બાગડીની ધરપકડ કરી છે. યુવકની હત્યા બાદ તેનો સાથીદાર ફરાર થઈ ગયો હતો, જેના કારણે શરૂઆતથી જ તેની પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

મળતી માહિતી મુજબ, મૃતક યુવક રાત્રે પોતાના સાથીદાર સાથે વાળ કપાવવા માટે નીકળ્યો હતો. જોકે, બીજા દિવસે સવારે શાહપુર ગામની સીમમાં કાચા રસ્તાની બાજુમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

યુવકનો મૃતદેહ મળી આવતાં હત્યાની આશંકા સાથે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ઘટનાના ગણતરીના કલાકોમાં જ શ્યામલ બાગડી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, યુવકની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.