National News/ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હવે પેકેટ પર દેખાશે 3 લાલ ચેતવણી લેબલ

બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, (Packaged Food)નાસ્તા અને ઠંડાં પીણાં ખરીદતા લોકો માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટો નિર્ણય લીધો છે

Top Stories India
બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, (Packaged Food)નાસ્તા અને ઠંડાં પીણાં ખરીદતા લોકો માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટો નિર્ણય લીધો છે

National News : બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, (Packaged Food)નાસ્તા અને ઠંડાં પીણાં ખરીદતા લોકો માટે સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટો નિર્ણય લીધો છે. વધુ પડતી ખાંડ, મીઠું અથવા ફેટ ધરાવતા ખાદ્યપદાર્થોના પેકેટ પર હવે અલગ-અલગ લાલ રંગના ચેતવણી લેબલ (Red Hexagon Label) લગાવવાની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોની ઓળખ કરવામાં સરળતા રહેશે અને ખરીદી વખતે વધુ સચેત રહી શકશે.

લાલ ષટ્કોણ લેબલ લગાવવાનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ને પેકેટ પર પોષક તત્વો અંગે સ્પષ્ટ ચેતવણી આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કોર્ટના નિર્દેશ મુજબ, વધુ માત્રામાં ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ (High Sugar Food)ધરાવતા ઉત્પાદનો માટે એક જ સંયુક્ત ચેતવણી આપવાને બદલે અલગ-અલગ લાલ ષટ્કોણ આકારના લેબલ (Red Hexagon Label)હોવા જોઈએ.

આ લેબલ પર અનુક્રમે ‘HIGH SUGAR’, ‘HIGH SALT’ અને ‘HIGH FAT’ લખેલું હશે. એટલે કે કોઈ ઉત્પાદનમાં ખાંડ, મીઠું કે ફેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હશે તો ગ્રાહક તેને પેકેટની આગળની બાજુએ જ ઓળખી શકશે.

પેકેટની આગળની બાજુએ સ્પષ્ટ દેખાશે ચેતવણી

પ્રસ્તાવિત નિયમો પ્રમાણે, ચેતવણી લેબલ સફેદ બેકગ્રાઉન્ડ પર લાલ રંગના ષટ્કોણ (Red Hexagon Label)આકારમાં હશે. તેને પેકેટની ઉપરની ડાબી બાજુએ મુખ્ય રીતે દર્શાવવાનું રહેશે. લેબલ પર લખાયેલા અક્ષરોનું કદ પાછળ આપવામાં આવતા ન્યુટ્રિશન ટેબલના અક્ષરો કરતાં ઓછામાં ઓછું એક પોઈન્ટ મોટું રાખવાની જોગવાઈ પણ સૂચવવામાં આવી છે.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ ગ્રાહકોને ખાદ્યપદાર્થોમાં રહેલા પોષક તત્વો વિશે સરળતાથી જાણકારી આપવાનો છે. અત્યાર સુધી પેકેટની પાછળ નાના અક્ષરોમાં આપવામાં આવતી પોષણ સંબંધિત માહિતી વાંચવી દરેક ગ્રાહક માટે સરળ નહોતી. નવી વ્યવસ્થાથી ખરીદી કરતી વખતે જ ઉત્પાદનની ગુણવત્તા અંગે ચેતવણી મળી શકશે.

નિયમોમાં વિલંબ સામે સુપ્રીમ કોર્ટની નારાજગી

સુપ્રીમ કોર્ટે (Supreme Court)આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં થઈ રહેલા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. આ પ્રક્રિયા વર્ષ 2022થી ચાલી રહી છે. બીજી તરફ, કંપનીઓને નવા નિયમોનું સ્વૈચ્છિક પાલન કરવા માટે 365 દિવસનો સમય આપવાના પ્રસ્તાવ અંગે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વ્યાપારી હિતો કરતાં જાહેર સ્વાસ્થ્યને વધુ પ્રાથમિકતા મળવી જોઈએ. આ કેસમાં પેકેજ્ડ ફૂડ પર મજબૂત પોષણ ચેતવણીઓ લાગુ કરવાની માંગ સાથે એક બિન-નફાકારક સંસ્થાએ અરજી કરી હતી.

બાળકોના સ્વાસ્થ્ય અને જીવનના અધિકારનો મુદ્દો

કોર્ટે આ મુદ્દાને બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળતા જીવન અને સ્વાસ્થ્યના મૂળભૂત અધિકાર સાથે જોડ્યો છે. ખાસ કરીને બાળકો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો અને તેના આકર્ષક માર્કેટિંગથી સરળતાથી પ્રભાવિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને અસરકારક ચેતવણી વ્યવસ્થા જરૂરી હોવાનું મહત્વનું છે.

દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ વધતું હોવાની ચિંતા વચ્ચે આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવે છે. જો આ નિયમોનો અમલ થાય તો ગ્રાહકોને ખાદ્યપદાર્થોની પસંદગી કરવામાં વધુ મદદ મળશે અને ફૂડ કંપનીઓએ પણ પેકેજિંગ પર પોષણ સંબંધિત માહિતી વધુ સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે.


આ પણ વાંચો: પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં ચેતવણી આપવામાં વિલંબ પર સુપ્રીમ કોર્ટની નારાજગી; કોર્ટે આપ્યો આદેશ

આ પણ વાંચો: પેકેજ્ડ ફૂડમાં વધુ ખાંડ મીઠું હશે તો લાગશે ચેતવણી લેબલ? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 2 અઠવાડિયાનો સમય આપ્યો

આ પણ વાંચો: 38% ભારતીયો પેકેજ્ડ ફૂડ ખાઈને ભરી રહ્યા છે પેટ, જાણો તેની ખતરનાક આડઅસરો