uttarpradesh news/ સપા-કોંગ્રેસનું ગઠબંધન નહીં તૂટે! આઝમ ખાને તમામ અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનને (SP Congress Alliance)લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વરિષ્ઠ સપા નેતા આઝમ ખાને (Azam Khan)મોટું નિવેદન આપ્યું છે

Top Stories India
ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનને (SP Congress Alliance)લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વરિષ્ઠ સપા નેતા આઝમ ખાને (Azam Khan)મોટું નિવેદન આપ્યું છે

Uttarpradesh News : ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનને (SP Congress Alliance)લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વરિષ્ઠ સપા નેતા આઝમ ખાને (Azam Khan)મોટું નિવેદન આપ્યું છે. તેમણે બંને પક્ષો વચ્ચે ગઠબંધન તૂટવાની અટકળોને ફગાવી દીધી છે. આઝમ ખાને સ્પષ્ટ કર્યું છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે કોઈ વિવાદ કે નારાજગી નથી અને બંને પક્ષોનું ગઠબંધન (SP-Congress Alliance) યથાવત રહેશે. તેમના આ નિવેદનથી ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓને નવો વળાંક મળ્યો છે.

SP Congress Alliance : ગઠબંધન તૂટવાની અટકળો પર આઝમ ખાને શું કહ્યું?

આઝમ ખાને જણાવ્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ મતભેદ નથી. ગઠબંધન અંગેનો અંતિમ નિર્ણય સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav), કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જરૂર પડે તો પ્રિયંકા ગાંધી સાથે ચર્ચા કરીને લેવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બેઠકોની વહેંચણી (Seat Sharing) અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

તેમણે કહ્યું કે ગઠબંધનમાં સામેલ દરેક પક્ષને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનો અધિકાર છે. અલગ-અલગ મેનિફેસ્ટો જાહેર થવાથી ગઠબંધનમાં કોઈ વિવાદ ઊભો થતો નથી. તમામ સાથી પક્ષોનો સંયુક્ત ઢંઢેરો તૈયાર થયા બાદ તેને પણ જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.

‘મને પ્રધાનમંત્રી બનાવો’, આઝમ ખાને કેમ કરી રમૂજ?

આઝમ ખાને ચંદ્રશેખર આઝાદ અને અસદુદ્દીન ઓવૈસીના નિવેદનો અંગે પણ રમૂજી અંદાજમાં પ્રતિક્રિયા આપી હતી. હકીકતમાં, બંને નેતાઓએ સત્તામાં આવવાની સ્થિતિમાં મુસ્લિમ નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત કરી હતી.

આ અંગે આઝમ ખાને (Azam Khan)કટાક્ષ કરતાં કહ્યું કે, “મને જાહેર કરો, મને પ્રધાનમંત્રી બનાવો. મારે તો માત્ર મારા નામમાં ‘વઝીર’ ઉમેરવાનું છે, હું પહેલેથી જ આઝમ છું.”તેમણે ઉર્દૂના શબ્દ ‘વઝીર-એ-આઝમ’ એટલે કે પ્રધાનમંત્રીના સંદર્ભમાં આ રમૂજી ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદનની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

સપા 26 તો કોંગ્રેસ 120 બેઠકો માગે છે?

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી (UP Seat Sharing) સૌથી મોટો મુદ્દો બની રહી છે. બંને પક્ષો ગઠબંધન કરીને ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ બેઠકોની સંખ્યા અંગે હજુ સહમતી સધાઈ નથી.

અહેવાલો અનુસાર, પ્રારંભિક ચર્ચામાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 26 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બીજી તરફ કોંગ્રેસે 120 બેઠકોની માંગણી કરી હોવાનું કહેવાય છે. કોંગ્રેસ ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર ન હોવાની ચર્ચા વચ્ચે બંને પક્ષો વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે, આ અંગે હજુ કોઈ સત્તાવાર અંતિમ નિર્ણય જાહેર થયો નથી.

બે ચૂંટણીમાં હાર બાદ સપાની સત્તામાં વાપસીની તૈયારી

સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફરી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. વર્ષ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને સતત બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 2022ની ચૂંટણીમાં સપાએ 111 બેઠકો જીતી હતી.

હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં (Uttar Pradesh Election)ભાજપને પડકારવા માટે સપા કોંગ્રેસ સાથે ગઠબંધન જાળવી રાખવા માગે છે. આવી સ્થિતિમાં બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી અને સંયુક્ત ચૂંટણી રણનીતિ મહત્વપૂર્ણ બની રહેશે. આઝમ ખાનના નિવેદનથી ગઠબંધન તૂટવાની અટકળો પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાયું છે, પરંતુ બેઠકોની વહેંચણી અંગેની અંતિમ જાહેરાત પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: રામપુરથી સપાના ઉમેદવાર બદલાયા, આઝમ ખાને તાન્ઝીન ફાતિમાના સ્થાને અસીમ રઝાના નામની જાહેરાત કરી

આ પણ વાંચો: આઝમ ખાનની તબિયત બગડી, દિલ્હીની આ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: ઇમરાન મસૂદે માયાવતીના વખાણ કરી સપાને આપ્યો સંકેત, ગઠબંધન નહીં થાય તો કોંગ્રેસના વિકલ્પો ખુલ્લા!