Tech News/ AIની અસર! SAPમાં 10 હજાર કર્મચારીઓની નોકરી પર જોખમ, મોટી છટણીની તૈયારી

વર્ષ 2024માં પણ કંપનીએ મોટા પાયે પુનર્ગઠન કર્યું હતું. તે સમયે આશરે 10,000 નોકરીઓમાં ઘટાડો (Job Cuts)કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી

Top Stories Tech & Auto
જર્મનીની જાણીતી સોફ્ટવેર કંપની SAP (Software Company)ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી (Job Cuts)કરવાનું વિચારી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે

Tech News : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વધતો ઉપયોગ હવે વિશ્વભરની ટેક કંપનીઓમાં રોજગાર પર અસર (AI Impact)કરી રહ્યો છે. જર્મનીની જાણીતી સોફ્ટવેર કંપની SAP (Software Company)ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની છટણી (Job Cuts)કરવાનું વિચારી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આશરે 10,000 અથવા તેનાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની યોજના પર વિચાર કરી રહી છે. જો આ યોજના અમલમાં આવે તો કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 10 ટકા પર તેની અસર પડી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

SAP Layoffs: AIના કારણે કંપનીની નવી રણનીતિ

રિપોર્ટ્સ અનુસાર, SAP પોતાના બિઝનેસ મોડેલ અને કામગીરીની પદ્ધતિમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. કંપની હવે પરંપરાગત સોફ્ટવેર સેવાઓની સાથે ક્લાઉડ ટેક્નોલોજી અને AI આધારિત એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ પર વધુ ધ્યાન આપી રહી છે.

આ બદલાવના ભાગરૂપે કંપની કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો (Job Cuts)કરવાનું વિચારી રહી હોવાનું કહેવાય છે. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે છટણીની દરખાસ્ત હજુ ચર્ચાના તબક્કામાં છે. તેને કર્મચારી પ્રતિનિધિઓ સમક્ષ ઔપચારિક રીતે રજૂ કરવામાં આવી નથી.

2024માં પણ 10 હજાર કર્મચારીઓની થઈ હતી છટણી

SAP માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો આ પહેલો નિર્ણય નથી. વર્ષ 2024માં પણ કંપનીએ મોટા પાયે પુનર્ગઠન કર્યું હતું. તે સમયે આશરે 10,000 નોકરીઓમાં ઘટાડો (Job Cuts)કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

જોકે, ત્યારબાદ કંપનીએ નવી ભરતી પણ કરી હતી અને તેના કુલ કર્મચારીઓની સંખ્યા વધીને આશરે 1.13 લાખ સુધી પહોંચી હતી. હવે ફરી એકવાર સંભવિત છટણીના અહેવાલથી કંપનીના કર્મચારીઓમાં ચિંતા વધી શકે છે.

નફામાં વધારો છતાં છટણીની ચર્ચા કેમ?

ખાસ વાત એ છે કે SAPના નાણાકીય પરિણામો સારા રહ્યા હોવા છતાં છટણીની ચર્ચા સામે આવી છે. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 10.3 અબજ યુરોની આવક નોંધાવી હતી, જે પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 13 ટકા વધારે છે.

આ સમયગાળા દરમિયાન ક્લાઉડ સેવાઓમાંથી 6.7 અબજ યુરોની આવક થઈ હતી. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો 11 ટકા વધીને 2.3 અબજ યુરો નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે કંપનીના વ્યવસાયમાં વૃદ્ધિ થઈ રહી છે, પરંતુ AI અને નવી ટેક્નોલોજી તરફના બદલાવને કારણે ખર્ચ અને કર્મચારીઓની વ્યવસ્થામાં ફેરફાર કરવાની વિચારણા થઈ રહી છે.

CFOના નિવેદનથી પણ સંકેત મળ્યો

રિપોર્ટ અનુસાર, SAPના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) ડોમિનિક આસમે પણ બદલાતા બિઝનેસ વાતાવરણને ધ્યાનમાં રાખીને કર્મચારીઓમાં ફેરફાર થવાની શક્યતાને નકારી નથી. જોકે, 10 હજાર કે તેથી વધુ કર્મચારીઓની છટણી અંગે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.

હાલમાં આ યોજના ચર્ચાના પ્રારંભિક તબક્કામાં હોવાનું કહેવાય છે. જો કંપની આ નિર્ણય લે છે, તો AIના વધતા પ્રભાવ (AI Impact)વચ્ચે વૈશ્વિક ટેક ઇન્ડસ્ટ્રીમાં (Tech Industry)રોજગારને લઈને વધુ એક મોટી ચર્ચા શરૂ થઈ શકે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નશાની લતથી યુવતીનું જીવન બરબાદ: નોકરી ગુમાવી, બગીચામાં રહેવું પડ્યું

આ પણ વાંચો: ગુગલની નોકરી ગુમાવી, પતિથી છૂટાછેડા બાદ કમાણી 3 ગણી વધી, પગાર 9 કરોડ

આ પણ વાંચો: એક પ્રશ્ન અને 100 લોકોએ તેમની નોકરી ગુમાવી…જાણો કંપનીએ આવું શું પૂછ્યું?