Ahmedabad News/ અમદાવાદમાં નશાની લતથી યુવતીનું જીવન બરબાદ: નોકરી ગુમાવી, બગીચામાં રહેવું પડ્યું

અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી હૈદરાબાદ (Hyderabad Girl,)ની યુવતી નશાની લતમાં ફસાઈ નોકરી, પૈસા અને આશરો ગુમાવી બેઠી. મકરબા નજીક બગીચામાં નિરાધાર હાલતમાં મળી આવેલી યુવતીને તંત્રએ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Hyderabad Girl: ભવિષ્ય બનાવવા અમદાવાદ આવેલી યુવતી નશાના ચક્રવ્યૂહમાં ફસાઈ

Ahmedabad News: અમદાવાદ શહેર દેશભરના યુવાનો માટે કારકિર્દી અને રોજગારની અનેક તકો લઈને આવે છે. પરંતુ કેટલીક વખત ખોટી સંગત અને ખરાબ આદતો વ્યક્તિનું આખું જીવન બદલી નાખે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં હૈદરાબાદ (Hyderabad Girl)થી ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને આવેલી એક યુવતી વ્યસનની લતમાં ફસાઈ જતાં જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

Hyderabad Girl: ભવિષ્યના સપના થયા ખાક

મળતી માહિતી અનુસાર, આશરે 30 વર્ષની યુવતી અમદાવાદના પાલડી વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતી હતી અને નોકરી કરતી હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ સમય જતાં તે ખરાબ સંગતમાં આવી ગઈ અને નશીલા પદાર્થોના વ્યસનમાં સપડાઈ ગઈ.

વ્યસનની અસર તેના જીવન પર ગંભીર રીતે જોવા મળી. ધીમે ધીમે તેણે પોતાની નોકરી ગુમાવી દીધી. આવક બંધ થતાં બચાવેલા પૈસા પણ સમાપ્ત થઈ ગયા. PGનું ભાડું ચૂકવવાની સ્થિતિ રહી નહોતી. આર્થિક સંકટ વચ્ચે તેનો મોબાઈલ ફોન અને એક્ટિવા પણ ખોવાઈ ગયા હતા.

પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે યુવતી (Hyderabad Girl,)ને રહેવા માટે કોઈ આશરો રહ્યો નહીં. પરિણામે તે અમદાવાદના મકરબા ફાટક નજીક આવેલા બગીચામાં નિરાધાર હાલતમાં રહેવા મજબૂર બની હતી. બે દિવસ સુધી ખુલ્લા બગીચામાં રહેતા બાદ તેણે મદદ માટે 112 ઇમરજન્સી હેલ્પલાઈનનો સંપર્ક કર્યો.

માહિતી મળતાં પોલીસ તંત્ર, અભયમ્ ટીમ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સંબંધિત વિભાગોએ સંકલિત કામગીરી હાથ ધરી હતી. યુવતીને સુરક્ષિત રીતે આશ્રય ગૃહમાં ખસેડવામાં આવી હતી અને તેની જરૂરી કાઉન્સેલિંગ તથા પ્રાથમિક સહાય કરવામાં આવી હતી.

ત્યારબાદ તંત્ર દ્વારા યુવતીના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ (Hyderabad Girl,)માં રહેતા પરિવારજનો અમદાવાદ પહોંચ્યા બાદ યુવતીનું તેમના સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. પરિવારજનો પણ યુવતીને સુરક્ષિત પરત મળતા ભાવુક બન્યા હતા.

આ સમગ્ર ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે કોઈપણ પ્રકારનું વ્યસન વ્યક્તિના જીવન, કારકિર્દી અને સંબંધોને ગંભીર અસર પહોંચાડી શકે છે. સમયસર મળેલી મદદ અને તંત્રની સંવેદનશીલ કામગીરીના કારણે યુવતીને ફરી પરિવારનો સહારો મળી શક્યો છે.


આ પણ વાંચો:ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રાજસ્થાનમાંથી નશીલા દ્રવ્યો બનાવતી ફેક્ટરી ઝડપી

આ પણ વાંચો:ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા મજબૂત, દેશમાં માદક પદાર્થોના કેસમાં રાજ્યમાં માંડ 0.45 ટકા સાથે 10મા ક્રમે

આ પણ વાંચો:પૂર્વ કચ્છમાંથી પકડાયો માદક પદાર્થોનો જથ્થો, જાણો બીજે ક્યાં પકડાયું…