Gujarat News: વર્ષ 2016માં એક હિન્દી ફિલ્મ આવી હતી ઉડતા પંજાબ. જેમાં નશીલા પદાર્થોની (Drugs) હેરાફેરી, ડ્રગ્સના રવાડે ચઢેલી યુવા પેઢીને બતાવવામાં આવી છે ત્યારે ગુજરાત પણ હવે ટોપ 10 રાજ્યોમાં સામેલ થતાં ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં ઘણા વર્ષોથી કાયદો-વ્યવસ્થા ઉપર સખત ચાંપતી નજર રાખવામાં આવે છે તેવા દાવા કરવામાં આવ્યા છે. પરંતુ માદક પદાર્થોના વપરાશના કારણે કથળતી વ્યવસ્થા પર પોલીસ અધિકારીઓનું કૂણું વલણ દેખાઈ આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં પોલીસ, કોસ્ટલ ગાર્ડ્સ તેમજ વહીવટી તંત્ર પણ નશીલા પદાર્થોનો કારોબાર રોકવા ખડે પગે રહી છે. તો બીજી બાજુ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોના નોંધાયેલા કેસોમાં દેશના ટોપ 10 રાજ્યમાં ગુજરાત 10મા નંબરે રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં કેરળ પ્રથમ રહ્યું છે, જ્યાં 5 વર્ષમાં 55251 કેસો નોંધાયા છે. બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 54984 કેસો નોંધાયા છે. જ્યારે પંજાબમાં 52513 કેસો ત્રીજા નંબરે રહ્યું છે. ચોથા નંબરે ઉત્તર પ્રદેશ 51844 કેસો નોંધાયા છે. તમિલનાડુ 30686 કેસો સાથે પાંચમા ક્રમાંકે રહ્યું છે. ગુજરાતમાં 2018-2022 સુધી 1718 કેસ નોંધાયા છે.
સમગ્ર દેશમાં કુલ 377184 કેસ નોંધાયા છે જેમાં ગુજરાતમાં 0.45 ટકા નાદક પદાર્થોના કેસો નોંધાયા છે. ગુજરાતમાં 2020થી 2023 સુધીમાં સૌથી વધુ ગાંજો ઝડપાયો છે. 562.988 કિલોગ્રામ જેટલો હશીશ ઝડપાયો છે. જોકે, આ પદાર્થોનો નાશ કરી દેવાયો છે. 2022-23માં 43.426 કિલો હેરોઈન પકડાયો હતો. તો આ સમયગાળા દરમિયાન 16.942 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. 3 વર્ષમાં 71754 નંગ માદક પદાર્થોની ટેબ્લેટ પણ જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:બનાસકાંઠાના પાલનપુરની સેશન્સ કોર્ટનો ચુકાદો, બે આરોપીઓને માદક દ્રવ્યોના કેસમાં 20-20 વર્ષની સજા
આ પણ વાંચો:પૂર્વ કચ્છમાંથી પકડાયો માદક પદાર્થોનો જથ્થો, જાણો બીજે ક્યાં પકડાયું…
આ પણ વાંચો:માદક પદાર્થોના વેપારમાં નવો જ કીમિયો
