Rajkot News/ રાજકોટમાં ત્રણ કલાકમાં ત્રણ લોકોના મોતથી ચકચાર, બહુમાળી ભવનથી એપાર્ટમેન્ટ સુધી શોકનો માહોલ

Rajkot Death News: રાજકોટમાં 27 નવેમ્બરની સવારે ત્રણ કલાકમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. બહુમાળી ભવન, એકવા બ્લુ એપાર્ટમેન્ટ અને જંક્શન પ્લોટ વિસ્તારમાં બનેલા બનાવોની પોલીસે તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ

Rajkot News: રાજકોટ શહેરમાં 27 નવેમ્બરની સવારે માત્ર ત્રણ કલાકના સમયગાળામાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થતાં ચકચાર મચી (Rajkot Death News) ગઈ છે. બહુમાળી ભવનમાં 60 વર્ષીય મહિલા કર્મચારી, એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં 83 વર્ષીય વૃદ્ધ અને જંક્શન પ્લોટ (Junction Plot Rajkot) વિસ્તારમાં એક યુવકનું મોત થયું છે. ત્રણેય બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Rajkot Death News: બહુમાળી ભવનમાં 60 વર્ષીય મહિલા કર્મચારીનું મોત

રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરીમાં ફરજ બજાવતાં 60 વર્ષીય મહિલા પ્યૂન પ્રભાબેન સરવૈયાનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. હાલ તેમના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી (Rajkot Latest News) અને પોલીસે તપાસ શરૂ કરી છે.

Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ
Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ

એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં 83 વર્ષીય વૃદ્ધનું મોત

રાજકોટના એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં 83 વર્ષીય કાંતિલાલ રામાણીનું મોત થયું છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. તેઓ નિવૃત્ત જીવન જીવતા હતા અને પરિવારમાં એક દીકરો તથા એક દીકરી છે. દીકરો રાજકોટમાં રહે છે, જ્યારે દીકરી અમદાવાદમાં રહે છે. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ
Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ

જંક્શન પ્લોટ વિસ્તારમાં યુવકનું મોત

શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા જય એપાર્ટમેન્ટમાં દિલીપ રાઠોડ નામના યુવકનું મોત થયું છે. આ ઘટના સવારે આશરે 8થી 8:30 વાગ્યાની વચ્ચે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, યુવક એક યુવતીના ફ્લેટ પર હાજર હતો. આ દરમિયાન યુવતીનાં માતા-પિતા ત્યાં પહોંચ્યા હતા. બનાવની ચોક્કસ પરિસ્થિતિ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ
Rajkot Death News: રાજકોટમાં ત્રણ કલાકમાં 3 મોતથી ચકચાર, ત્રણ અલગ-અલગ બનાવોની પોલીસ તપાસ

મૃતક દિલીપ રાઠોડ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણેય બનાવોને લઈને પોલીસ (Rajkot Police) તપાસ ચાલુ છે.


આ પણ વાંચો: સુરતના ભાથા ગામમાં ત્રણ લોકોના મોત: જનરેટરના ધુમાડાથી મોત થયા હોવાની શંકા

આ પણ વાંચો: અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટના, વિમાન ક્રેશ થઈને પાણીમાં ડૂબી ગયું; ત્રણ લોકોના મોત

આ પણ વાંચો: રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં જામનગરના વાંઝા પરિવારના ત્રણ લોકોના મોત : પરિવારજનોનું હૈયાફાટ રૂદન