sports news/ 11 સીઝન બાદ રોહિતના હાથમાં ફરી મુંબઈની કમાન, હાર્દિકની વિદાય!

Rohit Sharma: IPL 2027માં રોહિત શર્મા ફરી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનશે. હાર્દિક પંડ્યાનું સ્થાન લેનારા રોહિતે અગાઉ પોતાની આગેવાનીમાં મુંબઈને 5 IPL ટાઇટલ જીતાડ્યાં હતાં.

Top Stories Breaking News Sports
Rohit Sharma Captain: મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર, 5 IPL ટ્રોફી જીતાડનાર રોહિત ફરી બન્યા કેપ્ટન

Sports News: રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સમાં ફરીથી વાપસી (Rohit Sharma Captain) થઈ છે. ફ્રેન્ચાઇઝીએ તેમને IPL 2027 માટે ટીમના નવા કેપ્ટન જાહેર કર્યા છે. તેઓ હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે. રોહિત અગાઉ 11 સીઝન સુધી મુંબઈની કેપ્ટનશિપ કરી ચૂક્યા છે અને તેમની આગેવાનીમાં ટીમે 5 IPL ટ્રોફી તથા એક ચેમ્પિયન્સ લીગ T-20નો ખિતાબ જીત્યો હતો. 2024માં હાર્દિકને કેપ્ટન બનાવાયા બાદ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. છેલ્લી ત્રણ સીઝનમાં હાર્દિકની આગેવાનીમાં મુંબઈ માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. બીજી તરફ, મુંબઈએ કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફાર કર્યા છે. કિરોન પોલાર્ડને હેડ કોચ અને રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. IPL 2027ની મિની હરાજી પહેલાં મુંબઈ પાસે 9 ખેલાડીઓના સ્લોટ અને 32.60 કરોડ રૂપિયાનું બજેટ બાકી છે.