Ahmedabad News/ GTUની નવી ફીથી શૈક્ષણિક સંસ્થાઓ પર વધશે ખર્ચ, 2027-28થી નવા દર લાગુ

GTUએ નવી ટેક્નિકલ કોલેજો માટે પ્રોસેસિંગ ફી ₹29,500થી વધારી (GTU Fee Hike) ₹1.77 લાખ અને એફિલિએશન ફી ₹1.18 લાખ કરી. નવા દર 2027-28થી લાગુ થશે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
GTU Fee Hike: નવી ટેક્નિકલ કોલેજોની ફીમાં 6 ગણો વધારો

Ahmedabad News: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા નવી ટેક્નિકલ કોલેજો શરૂ કરવા માટેની પ્રોસેસિંગ અને એફિલિએશન ફીમાં મોટો વધારો (GTU Fee Hike) કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની ફાઇનાન્સ કમિટીની મંજૂરી બાદ લેવાયેલા આ નિર્ણયનો અમલ શૈક્ષણિક વર્ષ 2027-28થી થશે. નવા ફી માળખા મુજબ, અલગ-અલગ ફીમાં 4થી 6 ગણો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે નવી કોલેજ શરૂ કરવા ઇચ્છતી સંસ્થાઓ માટે ખર્ચ વધશે.

GTU Fee Hike: પ્રોસેસિંગ ફીમાં 500 ટકાનો વધારો

GTUના નવા ફી માળખા મુજબ, નવી ટેક્નિકલ કોલેજ શરૂ કરવા માટેની એપ્લિકેશન પ્રોસેસિંગ ફી રૂ. 29,500થી વધારીને રૂ. 1.77 લાખ કરવામાં આવી છે. એટલે કે, આ ફીમાં છ ગણો વધારો થયો છે. જ્યારે એફિલિએશન એટલે કે યુનિવર્સિટી સાથે જોડાણ મેળવવા માટેની ફી રૂ. 29,500થી વધારીને રૂ. 1.18 લાખ કરવામાં આવી છે. આ ફીમાં ચાર ગણો વધારો કરાયો છે.

કયા કોર્સની કોલેજોને લાગુ પડશે નવો ફી વધારો?

GTU હેઠળ જોડાણ મેળવવા માગતી નવી ટેક્નિકલ કોલેજોને આ વધારેલી ફી ચૂકવવી પડશે. તેમાં બી.ઈ. (BE) અને ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી, એમબીએ (MBA), એમસીએ (MCA), એમઈ (ME) અને એમફાર્મ (MPharm) જેવા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

GTU હેઠળ નવી કોલેજ શરૂ કરવા માટે યુનિવર્સિટીનું એફિલિએશન મેળવવું ફરજિયાત છે. હવે 2027-28ના શૈક્ષણિક વર્ષથી આ પ્રક્રિયા માટે સંસ્થાઓએ વધારેલી પ્રોસેસિંગ અને એફિલિએશન ફી ચૂકવવાની રહેશે.


આ પણ વાંચો: મહુવામાં દીપડાની દહેશત યથાવત્: અગાઉ 3 લોકોનાં મોત, હવે 8 વર્ષના બાળક પર હુમલો

આ પણ વાંચો: ભાવનગર-રાજકોટ હાઈવે પર કાળ બનીને આવી કાર! મોપેડ સવાર બે યુવકોએ જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: રાજકોટમાં સ્પાની આડમાં કથિત કુટણખાનું ઝડપાયું, ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સ પણ પકડાયા