Dhanera News/ ભરૂચ લઈ જતી વખતે આરોપીનો પોલીસ પર હુમલો, ધાનેરા PIએ આરોપીને પગમાં મારી ગોળી

Dhanera Police Firing : ભરૂચ લઈ જતી વખતે પોલીસનું ફાયરિંગ, ડ્રાઈવર પર હુમલો અને રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કરનાર આરોપીને પગમાં વાગી ગોળી

Gujarat Others Breaking News
Dhanera Police Firing

Dhanera News: ધાનેરામાં પોલીસ ફાયરિંગ (Dhanera Police Firing)ની ઘટના સામે આવી છે. પોલીસ જાપ્તામાંથી છટકવા માટે આરોપીએ હિંસક વલણ અપનાવતા સ્થિતિ ગંભીર બની હતી. પોલીસ કર્મચારીઓના જીવ પર જોખમ ઊભું થતા સ્વબચાવમાં ગોળી ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Dhanera Police Firing:રિમાન્ડ દરમિયાન તપાસ માટે લઈ જવાતો હતો

NDPSના આરોપી અશોક બિશ્નોઈ (Ashok Bishnoi) પોલીસ રિમાન્ડ પર હતો. તેને તપાસ અર્થે ભરૂચ લઈ જવામાં આવી રહ્યો હતો. મુસાફરી દરમિયાન આરોપીએ અચાનક પોલીસની ગાડીના ડ્રાઈવર પર હુમલો (Attack on the driver)કર્યો હતો. આ હુમલાથી ગાડીમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ તેણે પોલીસ કર્મચારીની સર્વિસ રિવોલ્વર ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો.

PIએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું

પરિસ્થિતિ જોતા ધાનેરા PIએ પોતાની રિવોલ્વરમાંથી સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયર કર્યો હતો. ગોળી આરોપીના પગમાં વાગતા તે જમીન પર પટકાયો હતો અને પોલીસે તેને તરત કાબૂમાં લીધો હતો.

પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર

ઈજાગ્રસ્ત આરોપીને પોલીસ જાપ્તા હેઠળ નજીકની હોસ્પિટલ(Hospital)માં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સારવાર ચાલી રહી છે. પોલીસ પર હુમલો અને હથિયાર છીનવવાના પ્રયાસ બદલ તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


આ પણ વાંચો: ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી આવતી કારમાંથી ડ્રગ્સ સાથે સુરેન્દ્રનગરના બે આરોપી ઝડપાયા

આ પણ વાંચો: બનાસકાંઠાના ધાનેરામાં આધેડ પર લોખંડની પાઈપથી હુમલો,સોનાની ચેન લૂંટી શખ્સો ફરાર

આ પણ વાંચો: ધાનેરામાં ઓરીનો ભરડો! 9 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય કમિશનર એક્શનમાં..