India News: છત્તીસગઢના કાંકેર (Kanker) જિલ્લામાં નક્સલવાદીઓ (Naxalites Surrender) વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં કુલ રૂ.20 લાખનું ઈનામ ધરાવતા પાંચ નક્સલવાદીઓએ પોતાના ઓટોમેટિક હથિયારો સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ (5 Naxalites Surrender) કર્યું છે. આત્મસમર્પણ કરનારાઓમાં ડિવિઝન કમાન્ડર ચંદર સહિત બે એરિયા કમાન્ડર અને બે પાર્ટી સભ્યોનો સમાવેશ થાય છે.
Naxalites Surrender: ડિવિઝન કમાન્ડર સહિત પાંચ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું
કાંકેરના પોલીસ અધિક્ષક (SP) નિખિલ રાખેચાએ જણાવ્યું હતું કે, પાંચ નક્સલવાદીઓએ પોતાના સ્વચાલિત હથિયારો સાથે કાંકેર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ પાંચેય પર મળીને રૂ.20 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારા જૂથમાં એક ડિવિઝન કમાન્ડર ચંદર, બે એરિયા કમાન્ડર અને બે પાર્ટી સભ્યો સામેલ છે. હાલ તેમની સામેની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
બીજાપુરના જંગલમાંથી 50 BGL શેલનો જથ્થો મળ્યો
બીજી તરફ, આ મહિનાની શરૂઆતમાં બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને નક્સલવાદીઓનો છુપાવેલો જથ્થો મળી આવ્યો હતો. ઉસુર પોલીસ સ્ટેશન હેઠળના પૂજારીકાંકેરના જંગલોમાં હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન 50 બેરલ ગ્રેનેડ લોન્ચર (BGL) શેલ મળી આવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે નક્સલવાદીઓ આ શેલનો ઉપયોગ IED એટલે કે વિસ્ફોટક ઉપકરણો બનાવવા અને સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે કરવાના હતા. સમયસર આ જથ્થો મળી આવતાં સંભવિત મોટો હુમલો ટળ્યો હોવાનું માનવામાં આવે છે.
ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે નક્સલવાદીઓએ પૂજારીકાંકેરના જંગલોમાં વિસ્ફોટકો છુપાવ્યા છે. આ માહિતીના આધારે ઉસુર, અવાપલ્લી અને પામેડ પોલીસ સ્ટેશનના જવાનો તેમજ CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સર્ચ દરમિયાન જંગલમાં કેટલીક શંકાસ્પદ જગ્યાઓ મળી આવી હતી. તેની ઝીણવટભરી તપાસ કરતાં જમીનમાં દાટી રાખવામાં આવેલા જથ્થામાંથી 50 BGL શેલ (Bijapur BGL Shells) મળી આવ્યા હતા. આ મામલે ઉસુર પોલીસ સ્ટેશનમાં જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુકમામાં પણ નક્સલવાદીઓનો મોટો ડમ્પ ઝડપાયો હતો
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સુકમા જિલ્લામાં પણ પોલીસે નક્સલવાદીઓનો એક છુપાવેલો જથ્થો શોધી કાઢ્યો હતો. આ ડમ્પમાંથી મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો, ગ્રેનેડ અને લોન્ચર મળી આવ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાની હેન્ડલરે આપ્યા હતા રૂ.50 હજાર? વડોદરા આતંકી કેસમાં જૂના ફોનથી નવા ખુલાસાની આશંકા
આ પણ વાંચો: વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું? પાકિસ્તાન મોકલ્યા ફોટો-વીડિયો, ATSની તપાસમાં ખુલાસો
આ પણ વાંચો: એરફોર્સ સ્ટેશનને ટાર્ગેટ કરવાની આશંકા, પાકિસ્તાન ભાગી જવાનો પ્લાન હોવાનો ATSનો દાવો
