Rajkot News/ રાજકોટમાં એપાર્ટમેન્ટના 12મા માળે આગ, બહાર ન નીકળી શકતાં પેરાલિસિસગ્રસ્ત વૃદ્ધાનું મોત

રાજકોટના કોરાટ ચોક નજીક કલ્પવન એપાર્ટમેન્ટના 12મા માળે આગ (Kalpvan Apartment Fire) લાગતાં પેરાલિસિસગ્રસ્ત 73 વર્ષીય હંસાબેન જાદવાણીનું મોત થયું. શોર્ટ સર્કિટની આશંકા.

Top Stories Gujarat Rajkot Breaking News
Kalpvan Apartment Fire: એપાર્ટમેન્ટમાં આગ, 73 વર્ષીય વૃદ્ધાનું મોત

Rajkot News: રાજકોટમાં કોરાટ ચોક નજીક આવેલા કલ્પવન એપાર્ટમેન્ટના 12મા માળે એક ફ્લેટમાં આગ (Kalpvan Apartment Fire) લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ફ્લેટમાં રહેતાં 73 વર્ષીય હંસાબેન નટવરલાલ જાદવાણીનું મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા (Rajkot Fire Accident) વ્યક્ત કરવામાં આવી રહી છે. પેરાલિસિસની બીમારીથી પીડિત હંસાબેન આગ લાગતાં ફ્લેટમાંથી બહાર નીકળી શક્યાં ન હતાં અને સોફા પર જ દાઝી જવાથી તેમનું મોત થયું હતું.

Kalpvan Apartment Fire: ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનામાં વૃદ્ધાનું મોત (Woman Dies in Fire) થયું હતું.

પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી

વૃદ્ધાના મોતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની સાથે પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: વડોદરામાં પેટ્રોલપંપની બાજુમાં ભીષણ આગ, ફર્નિચરની દુકાનમાં આગથી અફરાતફરી

આ પણ વાંચો: નારોલ-વિશાલા હાઈવે પર ગોડાઉનમાં ભીષણ આગ! કાળા ધુમાડાથી હવામાં ઝેરી અસર

આ પણ વાંચો: ઇજિપ્તમાં ઓઇલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ, 31નાં મોત; 21થી વધુ ઘાયલ