Narmada News: નર્મદા જિલ્લામાં દીપડાના મોત (Leopard Death)ની ઘટના સામે આવી છે. સેવાડા ગામની સીમમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
Leopard Death: વહેલી સવારે ગ્રામજનોએ જોયો મૃત દીપડો
તિલકવાડા (Tilakwada) તાલુકાના સેવાડા ગામ (Sevada Village)ની સીમમાં વહેલી સવારે ગ્રામજનોને દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. અગમ્ય કારણોસર તેનું મોત થયું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ (Forest Department)ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટીમે પંચનામાની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે કારણ
દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વજેરિયા કેમ્પ સાઈટ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report) આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વન વિભાગની હાજરીમાં દીપડાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો: નર્મદા વિસ્તારમાં બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો
આ પણ વાંચો: 2 વર્ષના બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો, ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં બની ઘટના
આ પણ વાંચો: પંચમહાલ : હાલોલ-વડોદરા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે થયુ દીપડાનું મોત
