અમદાવાદ,
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનો એક યુવતી સાથેની અંતરંગ પળોનો કથિત વીડીયો વાઇરલ થતાં ખળભળાટ મચ્યો હતો. સોશિયલ મીડીયામાં હાર્દિક પટેલનો એક યુવતી સાથેનો જાતીય સંબંધો માણતો વીડીયો મીડીયામાં વાઇરલ થયો હતો.
જો કે આ વીડીયોની ખરાઇ અંગે મંતવ્યુ ન્યઝ કોઇ અધિકૃત માહિતી નથી.
એક હોટલના રૂમમાં એક યુવતી સાથે અંતરંગ પળો માણતો આ વીડીયો વાઇરલ થયા પછી હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે હવે ગંદી રાજનીતિ શરૂ થઇ છે. મને બદનામ કરી લો તેનો કોઇ ફરક નહીં પડે પરંતુ ગુજરાતની મહિલાઓનું અપમાન થઇ રહ્યું છે.
લગભગ 20 મિનિટના આ વીડીયોમાં કોઇ અજ્ઞાત રૂમમાં હાર્દિક અને તેની સાથે કોઇ અજાણી યુવતી જોવા મળે છે.જો કે આ વીડીયો વાઇરલ થતાં અગાઉ થોડા સમય પહેલાં હાર્દિક પટેલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશમાં તેની કથિત સેક્સ સીડીઓ બનાવવામાં આવી છે. આ ભાજપનું કાવત્રુ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ હાર્દિક પટેલ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો વિડીયો કથિત વિડીયો વાઇરલ થશે જે જોતા રહો મોજ કરો.
