ગુજરાત ચૂંટણીમાં ટિકિટોની વહેંચણીના મુદ્દે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ જ કડિમાં શહેરમાં કોંગ્રેસને ચેતવણી આપતા એવા બેનર લગાવવામાં આવ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણી દરમિયાન મુસ્લિમ સમુદાયને નજર અંદાજ કરવામાં આવશે તો મુસ્લિમોના વોટ પાર્ટીને નહીં મળે. કોંગ્રેસના એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે મીડિયા રીપોર્ટને ધ્યાનમાં રાખતાં પાર્ટીના યુવા કાર્યકર્તાઓએ બેનર લગાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે અહીંયા વિધાનસભા ક્ષેત્રથી ટિકિટ વહેંચણીમાં ગુજરાત કોંગ્રેસના મુસ્લિમોને નજરઅંદાજ કરવાની સંભાવના છે.
