Not Set/ કોગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરમાં કિરણ બેદીને હિટલર દર્શાવી

પાંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી નિભાવી રહેલી કિરણ બેદીને કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરમાં હિટલર બતાવી. હતી. ધારાસભ્યને પસંદ કરવાની પ્રક્રિયા લઇને કિરણ બેદી અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન સમયે આ પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. કિરણ બેદીએ પોતે આ પોસ્ટરને ટ્વિટ કર્યું છે. આ પોસ્ટરને ટ્વિટ કરતા કિરણ બે હાથ જોડતા એક ઇમેજ પણ પોસ્ટ કરી છે. […]

India

પાંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નરની જવાબદારી નિભાવી રહેલી કિરણ બેદીને કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરમાં હિટલર બતાવી. હતી. ધારાસભ્યને પસંદ કરવાની પ્રક્રિયા લઇને કિરણ બેદી અને કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન સમયે આ પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. કિરણ બેદીએ પોતે આ પોસ્ટરને ટ્વિટ કર્યું છે. આ પોસ્ટરને ટ્વિટ કરતા કિરણ બે હાથ જોડતા એક ઇમેજ પણ પોસ્ટ કરી છે. પાંડિચેરી સરકાર અને ગવર્નર વચ્ચે ચાલી રહેલા તણાવ આના પછી ફરી વધી શકે છે…મહત્વનું છે કે ચોથી જુલાઇએ કેન્દ્ર સરકાર તરફથી પસંદ કરેલા ત્રણ ધારાસભ્યને શપથ અપાવ્યા બાદ કિરણ બેદી કેન્દ્ર શાસિત કૉંગ્રેસીઓના નિશાના પર છે. જે ત્રણ ધારાસભ્યને પાંડિચેરી વિધાનસભાની સદસ્યતા આપવામાં આવી છે. તેમાં વી. સામીનાથન, કેજી શંકર અને એસ. સેલ્વાગણપતિનો સમાવેશ થાય છે. એટલું જ નહીં કિરણ બેદીની કાર્યશૈલીને તાનાશાહીપૂર્ણ ગણાવતા પાંડિચેરી કૉંગ્રેસે બંધનું આયોજન પણ કર્યું હતું. કૉંગ્રેસ કમિટી લાંબા સમયથી કિરણ બેદીને રાજ્યપાલ પદ પરથી હટાવવાની માંગ કરતી આવી છે.